ચૂંટણી:ગણદેવીની 51 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં 69.44 ટકા મતદાન

બીલીમોરા-ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણદેવી તાલુકાની 51 ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કોઈપણ અનિચ્છનીય નહીં ઘટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મતદારોના ઉત્સાહ વચ્ચે સાંજે 5 વાગ્યા સુધી 69.44 ટકા મતદાન નોંધાયું હતું. જોકે 6 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારી મોડી રાત સુધી મળી શકી ન હતી. રવિવારે ગણદેવી તાલુકાની 51 ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પાર પડી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના સામે નહીં આવી પાર પડતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સવારે 7 વાગ્યા વાગ્યા થી 6 વાગ્યા સુધીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો. ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી 69.44 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન કરવા તૈનાત કરાયેલ પોલીસ જવાન, હોમગાર્ડના જવાન તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે રોકાયેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે નાના ઘર્ષણની અફવા વચ્ચે પોલીસ અને વહીવટીતંત્ર અને ચૂંટણી પંચના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ચૂંટણી નિર્વિઘ્ને પાર પડતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. 66.77 ટકા પુરુષ મતદારો અને 72.19 ટકા મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે મંગળવારે ગણદેવીની ધ.ના. ભાવસાર શાળામાં મતગણતરી યોજાશે જેમાં કોણે મેદાન માર્યું તે માલુમ પડશે.

અન્ય સમાચારો પણ છે...