ફરિયાદ:બીગરી-પોંસરી પાસે 5 જણાનો અધિકારી-કર્મીઓ પર હુમલો, ફોન આંચકી રેતી માફિયાઓ ભાગી છૂટ્યા

બીલીમોરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભૂસ્તર વિભાગના અિધકારીઓએ રેડ બાદ જમા કરેલી રેતીની ટ્રક પણ છોડાવી જતા હુમલાખોરો સામે ફરિયાદ

બીલીમોરા નજીકના બીગરી-પોંસરીએ થતી ગેરફાયદેસર રેતીખનનને અટકાવવા ખાણખનીજ વિભાગને મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવા ગયેલા અધિકારી-કર્મચારીઓ ઉપર રેતી માફિયાઓએ હુમલો કરીને તેમને માર મારી સુપરવાઇઝરનો મોબાઇલ ફોન પણ ઝૂંટવી લઈને પકડેલી રેતીની ટ્રકો બળજબરીપૂર્વક લઈ નાસી ભાગી છૂટતા પાંચ જણા સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા માઈન્સ સુપરવાઇઝર કમલેશ આલ, સિક્યુરિટી ગાર્ડ સરોજ પારી, નીતિન રાઠોડ અને ડ્રાઇવર નીતિશકુમાર પટેલને મળેલ સૂચના મુજબ બીલીમોરા નજીકના બીગરી-પોંસરી પાસે ચાલતી ગેરકાયદેસર રેતીખનન પ્રવૃત્તિને અટકાવવા 3જી સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે રેડ કરવા ગયા હતા. તેઓએ ગોંયદી ભાઠલા પાસે બે ટ્રકમાં રેતી ભરેલી હતી તેને અટકાવી હતી. જ્યાં પાછળથી બીજી બે ટ્રક પણ આવતા તેને પણ અટકાવી હતી. તેની પૂછતાછ કરતા તમામ રેતી ભરેલી ટ્રકો પાસે કોઈ પાસ કે પરમિટ ન હતી. દરમિયાન એક ટ્રકનો ડ્રાઇવર ભાગી છૂટયો હતો.

તપાસ કરતા માઈન્સ સુપરવાઇઝર પરેશકુમાર સોલંકીએ ટ્રકોના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. અન્ય અધિકારીઓની મદદથી પકડેલી રેતીની ટ્રકોને ધોલાઇ મરીન પોલીસમાં જમા કરાવવા જઈ રહ્યાં હતા. દરમિયાન બે અજાણ્યાએ ટ્રકને ઉભી રખાવી હતી અને તેઓની પૂછપરછ કરતા પોંસરી ગામ પસાર કરતી વખતે સામેથી સફેદ રંગની કાર (નં. 2139 પૂરો નંબર નથી) ટ્રકની આગળ ઉભી રાખી દેતા તેમાંથી ઉતરેલા શૈલેષ ઓડ, જીતુ ઓડ અને પ્રવીણ ઓડે અધિકારી સાથે ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર મારી ફોન આંચકી લીધો હતો.

દરમિયાન અન્ય એક લાલ કલરની ક્રેટા કાર (નં. 0044 જેનો આખો નંબર નથી)માંથી પણ અન્ય બે અજાણ્યા ઉતરીને મારમારવા લાગ્યા હતા. તેઓએ પરેશકુમાર સોલંકીને ધક્કો મારતા તેઓ પડી જતા ઇજા પહોંચી હતી. બાદમાં બંને કારમાં આવેલ તમામ લોકો સાથે ટ્રકો પણ લઈને નાસી ગયા હતા. 5 હુમલાખોરે ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર હુમલો કરીને પકડેલી ગેરકાયદેસર રેતીની ટ્રકો લઈને નાસી જતી વખતે અધિકારીનો ફોન પણ લેતા ગયા હતા. પરેશકુમાર સોલંકી થોડીક આગળ જતા ધોલાઈ ત્રણ રસ્તે પોલીસથી જીપ ઊભી હતી. તેમણે બનાવની જાણ કરતા બનાવ બીલીમોરાની હદનો હોવાથી બીલીમોરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બીલીમોરા પોલીસે અધિકારીઓની મદદે આવી તેઓની સારવાર કરાવી હતી. અધિકારી પરેશ નારણભાઇ સોલંકીએ શૈલેષ ઓડ, જીતુ ઓડ અને પ્રવીણ ઓડ સાથે બીજા બે અજાણ્યા મળી 5 જણાં સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં ભૂ માિફયાઓ દ્વારા સરકારી અિધકારીઓ પર ખાસ કરીને ભૂસ્તર વિભાગના અિધકારીઓ તથા કર્મચારીઓ પર અવાર નવાર હુમલાઓ થઇ ચૂક્યા છે. હવે નવસારી િજલ્લામાં પણ આવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે નવસારી િજલ્લા ખાણ ખનીજ િવભાગ દ્વારા આ પ્રકરણમાં નક્કર કાર્યવાહી કરી ભૂ માિફયાઓને ડામવા માટે પ્રયાસ કરે તેવી શક્યતા છે.

અગાઉ સુરત િજલ્લામાં પણ હુમલો થયો હતો
સુરત જિલ્લામાં ભૂસ્તર િવભાગના અિધકારીઓ પર અગાઉ હુમલો કરાયો હતો. તે બાદ હવે નવસારી િજલ્લામાં પણ આવી સ્થિતિનું િનર્માણ થયું છે. રેતી માફીયાઓ અવાર-નવાર સરકારી અિધકારીઓ ઉપર હુમલા કરતા હોય અિધકારીઓ સામે જોખમ વધ્યું છે. એવા સંજોગોમાં આગામી દિવસોમાં ભૂસ્તર િવભાગની ટીમ ગેરરીતિ પકડવા માટે સ્થાનિક પોલીસના કાફલા સાથે રેડ કરે તેવી સંભાવના વર્તાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...