તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય દિવસ:બીલીમોરા કોમર્સ કોલેજના છાત્રોએ બનાવેલા 44 ગ્રીટીંગ્સ સરહદે ફરજ બજાવતા સૈનિકોને મોકલાયા

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારગીલના યુદ્ધમાં શહિદ જવાનોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કાર્ડ બનાવાયા

બીલીમોરા કોમર્સ કોલેજમાંથી કારગીલ વિજય દિવસની યાદગીરીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ બનાવેલા 44 ગ્રીટીંગ્સ કાર્ડ સરહદના સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત એ.વી.પટેલ કોમર્સ કોલેજમાં NCC Directorate ગુજરાતના આદેશ મુજબ Ek Mai Sau Ke Liye Ph-5 Kargil Ke Veeron Ko Gujarat Ka Aabhar કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેના અંતર્ગત NCC યુનિટ અને રંગકલા કૌશલ્ય હેઠળ ગ્રીટીંગ્સ કાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એન.સી.સીના કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ કલા અને દેશપ્રેમની લાગણી સાથે સરહદોનાં જવાનોનો આભાર વ્યકત કર્યો હતો. હાલ કોરોના સમયમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને 44 ગ્રીટીંગ્સ કાર્ડ એકત્ર કરવામાં આવ્યાં હતા. તે સાથે કોલેજના આચાર્ય પ્રા.વર્ષાબેન રાણાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા અને કારગીલના યુદ્ધમાં શહિદ જવાનોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ કાર્ડ મોકલવામાં આવ્યા હતા. આગામી 26મી જુલાઈના દિને આવતા કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે.

શહીદોને યાદગીરીરૂપે આ કાર્ડ મોકલવામાં આવી તેમની શહિદી યાદ કરવામાં આવી હતી. જંગલ ઝાડી વચ્ચે અટવાતા, ભૂખ્યા તરસ્યા એકલો અને દેશ માટે હંમેશા હિંમતભેર લડવા તૈયાર એવા સૈનિકોને સલામી આપી હતી. 9-ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી નવસારીના કમાન્ડિંગ ઓફિસર અમિત નયને પણ ટેલિફોનિક શુભકામના પાઠવી હતી. ઉપસ્થિત ડો.એન.બી.સોલંકીએ પણ વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી તથા એન.સી.સી ઓફિસર ડો.સોનલ વસાવાને આ કાર્યક્રમના સફળ સંચાલન માટે કોલેજના આચાર્ય પ્રા.વર્ષાબેન રાણાએ અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...