તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:બીલીમોરામાં બે બાઇક પર દારૂ લઈ જતા 4 ઝડપાયા

બીલીમોરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા પોલીસની ટીમને પેટ્રોલિગ દરમિયાન બાતમી મળી હતી કે, બીલીમોરા અમલસાડ નાકા પાસે વાઘરેચ તરફથી બે બાઈક પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભરી બીલીમોરા લાવી રહ્યા છે. બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી હીરો હોન્ડા બાઈક (નં. GJ-15-HH-5584) પર ચાલક ધર્મેશ પટેલ (રહે. જોરાવાસણ) તથા પાછળ બેસેલા બ્રિજેશ પટેલ (રહે. ખાપરવાડા) પાસેથી ગાડી પર લાવેલ થેલામાંથી તેમજ બાઈકની ટાંકીના ભાગે તથા સીટના નીચેના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 બાટલી કિંમત રૂ. 11,280 મળી આવી હતી.

પોલીસે દારૂ સહિત બાઈક કિંમત રૂ. 20 હજાર મળી કુલ રૂ. 21,280નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બાઈક (નં. GJ-21-S-421) પર રાકેશ પટેલ (રહે. તથા નિરવ પટેલ (બંને રહે. ખાપરવાડા) લાવેલ થેલામાં તેમજ બાઈકની ટાંકીના ભાગે તથા સીટના નીચેના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની 72 બાટલી કિંમત રૂ 7440 તથા બાઈકની કિંમત રૂ. 15 હજાર મળી કુલ રૂ. 22,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બાઈક મળી કુલ રૂ. 53,720નો મુદ્દામાલ સાથે ધર્મેશ પટેલ, બ્રિજેશ પટેલ, રાજેશ પટેલ, નિરવ પટેલની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો