તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય:ગણદેવી ગ્રામ્યમાં 4 , બીલીમોરામાં 2 ડેંગ્યુના શંકાસ્પદ કેસ મળ્યાં

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીના ગ્રામ્ય વિસ્તારમાં 21154 અને બીલીમોરામાં 4204 જેટલા લોહીના નમૂના લેવાયા
  • બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જૂન મેલેરિયા વિરોધી માસ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમો કરાયા

અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બીગરી દ્વારા જૂન મેલેરિયા વિરોધી માસ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો કરાયા હતા. જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત બીલીમોરા શહેર અને બીગરી ગામે આરોગ્યલક્ષી શિબિરનું આયોજન કરાયું હતું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હવાડા, હોજ, સિમેન્ટની ટાંકીમાં ગપ્પી ફિશ પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી. વરસાદી પાણીના ભરાવાના સ્થળોએ ઓઇલ બોલ નાંખ્યા હતા.

બીગરીમાં પણ શિબિરમાં ઉપસ્થિત ગ્રામજનોને દવાયુક્ત મચ્છરદાનીન ઉપયોગ અંગે સમજ અપાઈ હતી. તે સાથે મેલેરિયાના ચિન્હો લક્ષણો તેની તપાસ અને સારવાર અંગે પણ જાણકારી અપાઈ હતી. મેલેરિયામાંથી મુક્તિ મળે એ અંગે અર્બન હેલ્થ સેન્ટરના ડો. નિરાલી નાયક તેમજ ડો. રાજેન્દ્ર ગઢવીએ સૌના સહકાર માટે અપીલ કરી હતી. ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 21154 તેમજ બીલીમોરા શહેરમાં 4204 જેટલા લોહીના નમૂના લઈ મેલેરિયા અંગેની તપાસ કરાઈ હતી. જોકે રાહતની વાત એ હતી કે, જેમાં મેલેરિયાનો એક પણ દર્દી મળી આવ્યો ન હતો.

જ્યારે ડેન્ગ્યુના સેમ્પલમાં ગણદેવી ગ્રામ્યમાં 4 કેસ તથા બીલીમોરા શહેરમાં 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ભાવસાર, ડો. સૂજીત, ડો.ડેલીવાલા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. ધવલ, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ખત્રી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જિલ્લા સુપરવાઇઝર મિતેશભાઇ તાલુકા સુપરવાઇઝર પ્રકાશભાઈ, મનસુખભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બીગરી અને અર્બન હેલ્થ સેન્ટર ના કર્મચારીઓ તેમજ આશાબેનોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...