બર્ડ પાર્ક:બીલીમોરામાં બર્ડ પાર્કમાં 30 પ્રજાતિના 255 પક્ષી એક સ્થળે જોઈ શકાશે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા નગરપાલિકા દ્વારા બર્ડ પાર્કની લોકોને ભેટ. - Divya Bhaskar
બીલીમોરા નગરપાલિકા દ્વારા બર્ડ પાર્કની લોકોને ભેટ.
  • નગરપાલિકા દ્વારા 14માં નાણાંપંચની સંસદ સભ્યની ગ્રાંટમાંથીથી નવીનીકરણ, સંભવતઃ દ. ગુજરાતનો પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું MLAના હસ્તે લોકાર્પણ

બીલીમોરા નગરપાલિકા સંચાલિત સંભવતઃ દક્ષિણ ગુજરાતનો પ્રથમ પાલિક સંચાલિત બર્ડ પાર્કનું ગુરુવારે સાંજે લોકાર્પણ કરાયું હતું. બર્ડ પાર્કમાં લોકો વિવિધ 30 પ્રજાતિના 255 પક્ષીઓને માણી શકશે. તે સાથે યેલો અને ગ્રીન ઇગુઆના બે ગીનીપિગ અને સસલાં તેમજ તળાવમાં રંગબેરંગી માછલીઓ બતકો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

બીલીમોરા નગરપાલિકા દ્વારા સંભવતઃ દક્ષિણ ગુજરાતનો પ્રથમ સરકારી બર્ડ પાર્કનું ગુરુવારે સાંજે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરાયું હતું. બીલીમોરા નગરપાલિકા દ્વારા 14મા નાણાપંચની સંસદ સભ્ય ગ્રાન્ટમાંથી સોમનાથ વોટરવર્કસમાં 32192 ચો.ફુ. ના વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનને નવિનીકરણ કરી બર્ડ પાર્ક સાથે કેન્ટીન અને રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરાયું હતું.

રૂ. 33,74, 847 લાખના ખર્ચે પાંજરામાં જુદી જુદી 30 પ્રજાતિના 255 જેટલા પક્ષીઓને કુદરતી વાતાવરણમાં વિહાર કરતાં માણી શકાશે. આ બધા પક્ષીઓમાં ઘણાં વિદેશી પક્ષીઓ છે, જે આ વિસ્તારમાં જવલ્લે જ જોવા મળે છે. જે અલગ અલગ તમામ પક્ષીઓ એક જ સ્થળે જોઈ શકાશે. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયન અને સાઉથ આફ્રિકા, અમેરિકન પ્રજાતિના વિવિધ પક્ષીનો સમાવેશ કરાયો છે.

લોકો પક્ષીઓની આ પ્રજાતિ વિશે વિસ્તૃત જાણકારી પણ સંચાલકો દ્વારા અપાશે. ફિશ પોન્ડ બનાવી તેમાં રંગબેરંગી માછલીઓ મુકવામાં આવી છે અને સાથે બતકની જોડી પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તે સાથે બે ઇગુઆના (મોટા કાચીંડા) પણ જોવા મળશે. અને ગીનીપીગ અને સસલાને પણ જોવાનો લ્હાવો લઈ શકશે.

જોકે આ સંપૂર્ણ બર્ડ પાર્ક ની દેખરેખ અને વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. બર્ડ પાર્ક સાથે બાળકોને રમતગમતના સાધનો પણ મૂકાયા છે. આ બર્ડ પાર્કની એન્ટ્રી ફી રૂ. 30 રાખવામાં આવી છે. આ સંપૂર્ણ બર્ડ પાર્કનું સંચાલન સુરતના આદિત્ય દેસાઈ દ્વારા કરાશે. આદિત્ય દેસાઈ, બીલીમોરા પાલિકાના ઈજનેર સંકેત પટેલ અને દિવ્યેશ પટેલની દેખરેખમાં જ આ બર્ડ પાર્ક કાર્યરત થયો છે.

આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું કે બીલીમોરા સોમનાથ મહાદેવના દર્શનનું મોટું મહત્વ છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ બર્ડ પાર્કની સાથે કેન્ટીન અને રેસ્ટ હાઉસનો લાભ લઇ શકશે અને આ ગાર્ડનને ચોખ્ખું રાખવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. પાલિકાને તેમની ગ્રાંટમાંથી રૂ. 5 લાખ પણ ફાળવ્યા હતા.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિપુલાબેન, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ, મહામંત્રી મનહરભાઈ, પાલિકા સભ્ય મનિષભાઈ, યતીનભાઈ તેમજ પ્રજ્ઞેશભાઈ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

બર્ડ પાર્કમાં આ પક્ષીઓ જોવા મળશે
બીલીમોરા નગરપાલિકા સંચાલિત આ બર્ડ પાર્કમાં લવન્ડર વેક્સ બિલ, ઝેબ્રા ફિન્ચ, બેંગોલી ફિન્ચ, ગોલ્ડીયન ફિન્ચ, સ્ટાર ફિન્ચ, ઇટાલિયન ફિન્ચ, રેડ વેલ્વેટ ફિન્ચ, જાવા સ્પેરો, પેરા કીટ પોપટ થી નાની જાતિ, રેડ રમ પેરા કીટ, યેલ્લો-બ્લ્યુ રેડ રમ, કોકાટીલ પેરા કીટ,બજરી ગર પેરા કીટ, ક્રીમસન બેલી પેરા કીટ, બ્લ્યુ મોંક પેરા કીટ, આફ્રિકન લવ બર્ડ, મકાઉ બ્લ્યુ, ગોલ્ડ મકાઉ, ગ્રીન વિંગ મકાઉ, ઇલેક્ટ્સ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, સન કનુર પેરોટ, બ્લ્યુ ગ્રીન ચીક પેરોટ, યેલો સાઇડેડ કનુર, સાદો ગ્રીન ચીક, સ્વીન્શન લોરિકીટ, ડસ્કી લોરી કીટ, બ્લેક હેડેડ કાઈટ પેરોટ, ગોલ્ડન ફેઝન, સિલ્વર ફેઝન્ટ, બુફોન પોલીસ કેપ, યેલો અને ગ્રીન (ઇગુઆના), ગીનીપીગ, સસલા, બતક અને ફિશ પોન્ડ જોઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...