તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગણદેવી આઇસીડીએસ વિભાગ દ્વારા સોમનાથ સંકુલમાં શુક્રવારે સગર્ભા મહિલાઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શનનો સેમિનાર યોજાયો હતો. જેમાં સગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, ખોરાક અંગે રોલ પ્લે થકી જાગૃતિ આણવા માહિતી પ્રદાન કરી હતી.
નવસારી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સ્મિતા પટેલના માર્ગદર્શન હેઠળ ગણદેવી આઈસીડીએસ ટીમ દ્વારા ઈનોવેટીવ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શુક્રવારે સોમનાથ સંકુલ હોલમાં નિષ્ણાંત તબીબી દ્વારા સગર્ભા મહિલાઓને માહિતી અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં ચીખલી થી પધારેલ નિષ્ણાંત સર્જન ડો.નરેન્દ્ર ગજ્જર અને ડો.ધ્વનિ ગજ્જર દ્વારા 200 સગર્ભા મહિલાઓને સગર્ભાવસ્થાથી 1 હજાર દિવસો સુધીની કાળજી અંગે વિસ્તૃત સમજ આપી હતી. જેમાં સમાજમાં પ્રવર્તી માન્યતાઓ, સરકારી યોજનાઓ, તંદુરસ્ત માતા-બાળ અંગે ખોરાક, કસરત સહિતની જરૂરિયાત અંગે પ્રોજેક્ટર ચિત્ર દ્રારા વૈજ્ઞાનિક સમજ આપી હતી. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા અનોખો રોલ પ્લે રજૂ કરવામાં આવ્યો હતો. આઇસીડીએસ અને આંગણવાડી કાર્યકરોએ કોરોના પ્રોટોકોલ, સોશિયલ ડિસ્ટનસ સહિત નિયમોના પાલન સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત સગર્ભા મહિલાઓને ગોળ, તલ તથા સરગવાનો છોડ અપાયો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.