વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવસારીના ખુડવેલમાં યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાનમાં ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના 3050 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ બધી વ્યવસ્થાના ભાગરૂપે વડાપ્રધાન મોદીની જાહેર સભામાં નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકોને લાવવા લઈ જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી. આ માટે 40 બસ બીલીમોરા એસ.ટી. ડેપોમાંથી ફાળવવામાં આવી હતી.
રાત્રિથી જ બસો લોકોને કાર્યક્રમ સ્થળે લઈ જવા માટે મોકલી આપવામાં આવી હતી. જેના પગલે બીલીમોરા ડેપોથી રાત્રિની જતી અને દિવસ દરમિયાનની આશરે 150 જેટલી ગ્રામ્ય વિસ્તારની ટ્રીપ રદ કરવાની ફરજ પડી હતી, જેના કારણે રોજિંદા મુસાફરો હાલાકી ભોગવવી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.