તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બીલીમોરામાં 1.27 લાખના કેબલ-પાઇપ ચોરાયાની ફરિયાદ

બીલીમોરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવીમાં તસ્કરો વાહનમાં જતાં કેદ થયાં

બીલીમોરામાં ક્રિષ્ના કન્ટ્રકશન દ્વારા રિલાયન્સ અને જીઓ કંપનીના કેબલો નાંખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ 800 મીટર કેબલ અને 2000 મીટર પાઇપ કિંમત રૂ. 1.27 લાખની ચોરી કરાતા કંપનીના સુપરવાઈઝરે અજાણ્યા શખસો સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ક્રિષ્ના કન્ટ્રકશન કંપની દ્વારા બીલીમોરામાં રિલાયન્સ અને જીઓના કેબલો નાંખતી કંપનીના સુપરવાઈઝર નિકેશ હેમેન્દ્ર તાસવાલા (ઉ.વ. 48, રહે. અર્પણ એપાર્ટમેન્ટ, નાનપુરા, સુરત)એ બીલીમોરા પોલીસમાં કેબલ વાયર અને પાઇપ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે, સુરતની ક્રિષ્ના કન્ટ્રકશન કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બીલીમોરા વિસ્તારમાં રિલાયન્સ તથા જીઓ કંપનીના કેબલ નાખવાનું કામ કરાઈ રહ્યું છે. હાલ બીલીમોરા સોમનાથ મંદિરની બાજુમાં આવેલ દીપલક્ષ્મી સોસાયટી અને જ્યોતિ નગર સોસાયટીમાં કેબલ નાંખવાનું કામ કરાઈ રહ્યું છે.

તેઓ કામ પૂર્ણ થયાં બાદ કેબલ સોસાયટીની બોર્ડર પાસે જ મૂકી જાય છે. દરમિયાન 25મી જૂને સાંજના કામ પૂર્ણ થયું હતું, જે બાદ એક દિવસ રજા હોય એ બાદ 27મી જૂન સવારના ત્યાં કામ કરતો કંપનીનો માણસનો ફોન આવ્યો કે, દીપલક્ષ્મી અને જ્યોતિનગર સોસાયટીમાં કેબલો તથા પાઇપ મૂક્યાં હતા તે જણાતા નથી.

જે બાદ નિકેશભાઈ બીલીમોરા આવી જોતા દીપલક્ષ્મી સોસાયટીમાં મુકેલો લીલા કલરનો બાર ફાયબરનો કેબલ 800 મીટર કિં. રૂ. 43,200 તથા જયોતિનગર સોસાયટીમાં રાખોડી કલરનો તથા લાલ કલરનો પાઇપ આશરે 400 મીટર તેમજ બીજો રાખોડી કલરનો પાઇપ 800 મીટર મળી કુલ 1200 મીટર કિં. રૂ. 84,000 મળી કુલ રૂ.1,27,200ની કિંમતની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

તપાસ કરતા તેમને 26મી જૂને સવારે 5-5.30ના અરસામાં અજાણ્યા શખસો વાહન લાવી તેમા આ પાઇપ તથા કેબલ ભરીને લઇ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે સોસાયટી તેમજ રોડની આજુબાજુ આવેલ CCTV કેમેરાના ફુટેજ જોતા અજાણ્યા શખસો કેબલ તથા પાઇપ વાહનમાં ભરીને જતા જણાયા હતા પરંતુ તે વાહન, નંબર અને શખસો ઓળખાયા ન હતા. તપાસ કરવા છતાં આજદિન સુધી કોઈ માહિતી નહીં મળતા અંતે નિકેશ તાસવાલાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...