તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીમોરા નગરપાલિકા દ્વારા બીલીમોરામાં ઠેર ઠેર બનાવેલા બમ્પરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીલીમોરામાં હાલ 100થી વધુ બમ્પરો છે. બીલીમોરામાં જે જગ્યાએ માર્ગ બનતો હોય તે જગ્યાએ બમ્પરો ઠોકી બેસાડવામાં આવે છે. ઘણી જગ્યાએ જરૂરિયાત ન હોય ત્યા પણ બમ્પરો ઠોકી બેસાડવામાં આવી દેતા હોય છે.
ઘણીવાર જે જગ્યાએ જરૂર ન હોય ત્યાં બમ્પરો ઠોકી બેસાડવામાં આવે છે. ઘણી જગ્યાએ ગલીઓમાં પણ એકજ માર્ગ પર 5-7 બમ્પરો બનાવી દેવામાં આવતા હોય છે. જે સમયે માર્ગ બની રહ્યો હોય તે સમયે ગમે ત્યાં બમ્પરો બનાવી દેવામાં આવે છે. ઘણીવાર બમ્પરોના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે. હવે બીલીમોરા નગરપાલિકા દ્વારા બીલીમોરાના બમ્પરોમાંથી શાળા-કોલેજ સિવાયના તમામ જગ્યાના બમ્પરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અમુક જગ્યાએ જ્યાં બમ્પરની જરૂર હતી ત્યાંથી પણ બમ્પ હટાવી લેવાતા હવે બેફામ હંકારતા બાઈકર્સ પૂરપાટ ઝડપે બાઈક દોડાવશે.
ઈચ્છા મુજબ બમ્પર બનાવ્યા બાદ હવે બમ્પરો હટાવવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ બમ્પરોના કારણે બેફામ દોડતી ટ્રકો અને ડમ્પરોની સ્પીડ આ બમ્પરોના કારણે ઓછી થતી હતી પરંતુ હવે મુખ્ય માર્ગ પરથી પણ આ બમ્પરો હટાવી લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે અકસ્માતો ઘટશે કે વધશે તે જોવું રહ્યું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.