સિદ્ધિ હાંસલ કરી:ધોલાઈની સરકારી શાળાનાં વિદ્યાર્થીઓની અંગ્રેજી વિષયમાં 100 ટકાની અનેરી સિદ્ધિ

બીલીમોરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા કેન્દ્રનું 66.20 % પરિણામ, 26 છાત્રોનો એ-1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 બોર્ડની પરીક્ષાના સોમવારે જાહેર થયેલા પરિણામમાં બીલીમોરા કેન્દ્રનું 66.20 ટકા પરિણામ આવ્યું છે. જાહેર થયેલા પરિણામોમાં બ્રાઈટ સ્ટાર ઇન્ટરનેશનલ શાળાનું 94.75 ટકા પરિણામ આવવા સાથે શાળામાં પ્રથમ ક્રિષ્ના રાજબહાદુર પ્રજાપતિ 87. 68 ટકા, બીલીમોરાની જે.જે.મહેતા સાર્વજનિક હાઇસ્કૂલ 54 ટકા સાથે શાળામાં પ્રથમ ગોડ આરોહીબેન ભુલઈભાઈ 87.33 ટકા, ટાટા હાઇસ્કુલ 39.86 ટકા સાથે શાળામાં પ્રથમ પ્રાંજલ હસમુખભાઈ પટેલ 91.16 ટકા, એલ.એમ.પી શાળાનું પરિણામ 84.87 ટકા સાથે શાળામાં પ્રથમ ફેઝીલબેન નીતિનકુમાર ગાંધી 94.5 ટકા, કોન્વેન્ટ સ્કૂલ 87.18 ટકા સાથે શાળામાં પ્રથમ વટવાણી ખુશીબેન સંજયભાઈ 94 ટકા, એન.સી.એમ કન્યા વિદ્યાલય 63.19 ટકા સાથે શાળામાં પ્રથમ કુશવાહા રોશનીબેન રાધેશ્યામ 87.17 ટકા.

અસ્પી કન્યા વિદ્યાલય 67.17 ટકા સાથે શાળામાં પ્રથમ નેન્સીબેન ચંદ્રકાંત પટેલ 91.5 ટકા, વાણીયા મિલ હાઇસ્કુલ 55 ટકા સાથે શાળામાં વંશ મીનેશભાઈ પટેલ 95.50 ટકા, સરકારી માધ્યમિક શાળા ધોલાઇ 40 ટકા સાથે શાળામાં પ્રથમ તીર્થ રાજેશકુમાર ટંડેલ 75.33 ટકા, એમ.બી.પટેલ શાળા કેસલી 65.21 ટકા સાથે શાળામાં પ્રથમ હેતેસ્વીબેન વિનોદભાઈ પટેલ 91.33 ટકા, બુકી સાર્વજનિક હાઇસ્કૂલ મેધર 86.11 ટકા સાથે શાળામાં પ્રથમ હર્ષ હેમંતભાઈ ટંડેલ 91.33 ટકા આવ્યા છે.

આર.એન.નાયક ભારત દર્શન શાળા સરીખુરદ 88.36 ટકા સાથે શાળામાં પ્રથમ નેહાબેન ભરતભાઈ પટેલ 93 ટકા, બી.સી.જે હાઈસ્કૂલ બીગરી 86.87 ટકા સાથે શાળામાં પ્રથમ ટીશાબેન કાળીદાસ પટેલ 91.66 ટકા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અંભેટા 65 ટકા સાથે શાળામાં પ્રથમ તન્વીબેન સુરેશભાઈ પટેલ 76.32 ટકા, બી.કે.પટેલ શાળા ગોંયદી ભાઠલા 74.24 ટકા સાથે શાળામાં પ્રથમ હેનીબેન સંપતભાઈ પટેલ 92.66 ટકા, બીલીમોરા કેન્દ્રની વિવિધ શાળામાંથી 26 જેટલા વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. જ્યારે સરકારી માધ્યમિક શાળા ધોલાઈની સરકારી શાળા હોવા છતાં તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયમાં 100 ટકા સિદ્ધિ હાંસલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...