રજૂઆત:અમલસાડ APMC સબયાર્ડમાં ખેડૂતોની વિવિધ મુદ્દે રજૂઆત

અમલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમલસાડ એપીએમસી સબ માર્કેટયાર્ડમાં ચેરમેન ગોવિંદભાઈ પટેલના અધ્યક્ષપદે ખેડૂતો અને વેપારીઓની સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં બન્ને પક્ષ તરફથી સૂચનો આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં આ સૂચનોનું પાલન કરવા માટે વેપારીઓ અને ખેડૂતો પણ સંમત થયા હતા. અમલસાડમાં આવેલ એપીએમસી સબ માર્કેટયાર્ડમાં વેપારી અને ખેડૂતોની યોજાયેલી મિટીંગમાં ખેડૂતોએ વિવિધ મુદ્દાઓની ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી. આ મિટીંગમાં ચેરમેન ગોંવિદભાઈ, વાઇસ ચેરમેન અશોકભાઈ ભેરવાની, સેક્રેટરી નીતિનભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિીમાં ખેડૂતોએ કેરી-ચીકુ વર્ગીકરણ કરીને લાવવા, કેરી-ચીકુમાં હરાજી વખતે હાજર રહે એવા વેપારીઓને જ ચાલુ રાખવા, વેપારી ભાઈઓ સમયસર પહોંચે એવી સગવડ કરવા, શરૂઆતથી લાઈનમાં ચીકુ-કેરીનો જે ભાવ ચાલતો હોય તે છેવટ સુધી ચલાવવો, વેપારી ભાઈ પહેલાથી જ નક્કી રાખવા, ખેડૂતોને સમયસર પૈસા આપવા, કેરી-ચીકુના વજન કરતી વેળાએ કાપલી વજન કરવાની સુવિધાનો ઉપયોગ કરવા, 1500 સુધીની રકમ રોકડ જ આપવા સહિત અન્ય રજૂઆત કરાઈ હતી. આ બાબતે ચેરમેન ગોવિંદભાઈએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને યોગ્ય કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...