તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન 4:ખરસાડના વતનીઓને ગામમાં આવતા કોઇએ અટકાવવા નહીં, જલાલપોર મામલતદાર અને ગ્રામજનોની બેઠક મળી

અમલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાર તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે લોકડાઉન 4.0માં કેટલીક છૂટછાટના પગલે જલાલપોર તાલુકાના ખરસાડ ગામના અનેક લોકો મુંબઈમાં વસવાટ કરતા હોય મળેલી છૂટછાટના પગલે કેટલાયે પરિવારો વતન ખરસાડ ગામે આવવા માંડ્યા હતા. કોરોનાની મહામારી મુંબઈમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ બનતા હોવાથી સ્થાનિક લોકોમાં તેઓના ખરસાડ ગામમાં આવવાથી કોરોના વાઈરસનો ભોગ બનવું ન પડે એ માટે મુંબઈથી આવતા લોકોને તેઓના ઘરે જતા કેટલાક ગ્રામજનોએ રોક્યા હતા. આથી કેટલાક મુંબઇથી આવનાર લોકોને ઈંટાળવા ખાતે આવેલા તાલીમ ભવનમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતાં.

આમ ખરસાડ ગામે જલાલપોરના મામલતદાર સુરેશભાઈ શાહ, ટીડીઓ દિલીપભાઈ વાઘેલા, તલાટી કમ મંત્રી કિરણભાઈ, ગામના ઇનચાર્જ સરપંચ હરીશભાઈ સહિત ગામ આગેવાનો, પંચાયત સભ્યો સાથે મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટીંગમાં મુંબઇથી આવનાર ખરસાડ ગામના લોકોને કોઈએ ગામમાં આવતા રોકવા નહીં અને તેઓને તેમજ સાથે જ આવનાર તમામ વ્યક્તિને પોતાના ઘરે જવા દેવા અને તેઓના ઘરમાં જ ક્વોરન્ટાઇન કરવા મામલતદાર અને ટીડીઓએ મિટીંગમાં ઉપસ્થિત આગેવાનોને અનુરોધ કર્યો હતો.  વધુમાં અગાઉ મુંબઇથી આવેલા લોકોને ઈંટાળવા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા એ તમામને બુધવારે ખરસાડ ગામે પોતપોતાના ઘરે લઈ આવવામાં આવ્યા હોવાની માહિતી ગામના તલાટી કિરણભાઈ દ્વારા જાણવા મળી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...