ચોરની તપાસ હાથ ધરાઈ:તિલકવાડા પાસે રિસોર્ટમાંથી 2.30 લાખના સામાનની ચોરી

તિલકવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિટી હોલીડેના રૂમમાં પ્રવેશી ચોરી કરવામાં આવી

નર્મદા જિલ્લામાં હાલ ચોમાસાની સીઝન માં પ્રવાસીઓ ની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તિલકવાડા કોઠી ગામે આવેલ યુનિટી હોલી ડે રિસોર્ટ માં કોઈ તસ્કરી ગેંગ 2 લાખ રૂપિયાનો સમાન ચોરી ની રાફુ ચક્કર થઇ જતા રિસોર્ટના સંચાલકે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના કોઠી ગામે રોડ પર આવેલ યુનિટી હોલીડે રિસોર્ટ ના સંચાલક જુજારનસિંહ જાિનસિંહ રાજપુતે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે કોઈ તસ્કરી ગેંગ તેના રૂમમાં આવીને આઈફોન, બીજો એક એન્ડ્રોઇડ ફોન, રોકાર રૂપિયા અને વિડીયો ફોટોનો કેમેરો જેની બેગ મળી અંદાજિત 2.30 લાખની ચોરી કરી ભાગી ગયેલ છે આ તમામ મહત્વની વસ્તુઓ હોય જેથી ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ એન.પરમારે આ ચોરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...