સાગબારા રેંજનાં કાર્ય વિસ્તારમાં જંગલ ચોરીનાં લાકડા વાહતુક થવાનાં છે તેવી ગુપ્ત બાતમીનાં આધારે 6 મેં નાં રોજ સવારે 6 કલાકે નાકાબંધી કરતા એસ.વી.ચૌધરી રેંજ ફોરેસ્ટ ઓફિસર સાગબારા તથા યુ.બી.બીલ રાઉન્ડ ફોરેસ્ટર પાટલામહુ તથા એમ.એસ.સીતાપરા બીટ ગાર્ડ પાટલામહુ, એ.એસ.બારીયા બીટ ગાર્ડ મહુપાડા તેમજ રોજમદારો સાથે નાકાબંધી કરી હતી. તે દરમિયાન ટાંકણી ગામ પાસે ટાટા કંપનીની પીકઅપ વાન નં.જીજે-19-વી-8779 આવતા તેને અટકાવી તપાસ કરતા જંગલ ચોરીના તાજા હાથ ઘડતરીના ખેરના લાકડા મળી આવ્યા હતા.
ટાટા કંપનીની પીકઅપ વાહન તથા મુદ્દામાલ ખેર નંગ-20 ઘનમીટર 0.958 તેમજ ચાર ગુનેગારો પૈકી ત્રણ ગુનેગાર નાસી છુટેલ અને એક ગુનેગાર વિનેશ વિજુ વસાવા રહે.બોરદા તા.સોનગઢ જિ.તાપીની અટક કરી રેંજ કચેરીએ લાવી જમા કર્યા હતા. મુદ્દામાલ તથા વાહન ની આશરે કિંમત 1.90 લાખ થાય છે. જેની કાયદેસરની કાર્યવાહી સાગબારા વન વિભાગની ટીમ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.