• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Youth Leader Hitesh Vasava Was Given Ticket For Dediyapada Assembly Seat; An Atmosphere Of Displeasure At The Ticket Cutting Of Senior Leaders

ભાજપ ઉમેદવારની બીજી યાદી જાહેર:ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર યુવા નેતા હિતેશ વસાવાને ટિકિટ અપાઈ; સિનિયર નેતાઓની ટિકિટ કપાતા નારાજગીનો માહોલ

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાજપ દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસોથી મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાજપ માટે ડેડીયાપાડા બેઠકના ઉમેદવાર કોને જાહેર કરવા જે બાબતે કોકડું ગુંચવાયેલું હતું અને ડેડીયાપાડાના સિનિયર નેતાઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે અંતે ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર યુવા નેતા હિતેશ દેવજી વસાવા ભાજપના ઉમેદવાર જાહેર કરાયા હતા.

હિતેશ વસાવાને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા હતા
હિતેશ વસાવા હાલ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય છે. તેઓ ઇજનેરની ડીગ્રી ધરાવે છે. તેમની માતા ડેડીયાપાડા ગ્રામપંચાયતના સરપંચ છે.હિતેશ વસાવા બિટીપી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતાં. દેવજીભાઈ વસાવાના પુત્ર હિતેશ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભાજપમાં સક્રિય બન્યા હતાં. જેને કારણે ભાજપે હિતેશ વસાવાને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા હતા.

જોકે સિનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે
પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા પણ કપાયા છે, સાથે કેટલાય સિનિયર નેતાઓને કાપી ભાજપે એક યુવા ઉમેદવારને ટિકિટ આપી છે. જોકે ભાજપ એક થઈને ચૂંટણી લડશે તો જીત થશે. બાકી બિટીપી અને કોંગ્રેસના મજબૂત ઉમેદવારો સામે જીતની સરસાઈ ઘણી ઓછી હશે. પણ ડેડીયાપાડામાં ફાઈટ જોરદાર જામશે. આખરે મતદારો આ ઉમેદવારોની જીતનો ફેંસલો કરશે.

અન્ય સમાચારો પણ છે...