શોધખોળ શરૂ:કરજણ ડેમના ધસમસતા પ્રવાહમાં યુવક-યુવતી તણાયા

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાનો માછી પરિવાર સેલ્ફી લઇ રહ્યો હતો તે વેળા પાણીનો પ્રવાહ વધી ગયો

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે કરજણ જળાશયમાંથી અંદાજે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ ડેમનાં ધસમસતા પાણીના પ્રવાહ થી અજાણ રાજપીપળાનો એક યુવાન અને એક યુવતી આ પાણી જોવા ગયા અને તણાઈ ગયા હતા, જ્યારે એમની સાથે આવેલા અન્ય 3 લોકો બચી જવા પામ્યા હતા.

રાજપીપળા લીમડા ચોક વિસ્તારના સંજય રમેશ માછી પોતાની પત્ની યોગિની માછી, સાળી દીક્ષિતા માછી અને ફડીયા દક્ષેસ પ્રવીણ માછી તથા જૈમિન પ્રવીણ માછી કરજણ ડેમના ગેટની સામેની બાજુએ પાણી જોવા અને ફોટો શૂટ કરાવવા આવ્યા હતા.બપોર સુધી કરજણ ડેમનાં 7 દરવાજા ખોલાયા હતા, હવે જ્યારે તેઓ ત્યાં ફોટો શૂટ કરી રહ્યા હતા ત્યારે અચાનક કરજણ ડેમનો અન્ય ગેટ ખુલતા એમાંથી અચાનક આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં સંજય રમેશ માછી અને એમની સાળી દીક્ષિતા માછી તણાઈ ગયા હતા, જ્યારે એમની પત્ની સહિત અન્ય 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...