આધ્યતન સુવિધા સજ્જ નવું શાકમાર્કેટ મળશે:રાજપીપળામાં 5.27 કરોડના વિકાસ કામોને મંજૂરી મળી, વિવિધ કામોનું સાંસદ હસ્તે ખાતમુહુર્ત કરાયું

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં વર્ષો જૂનું શાકમાર્કેટ રાજપીપળાના મુખ્ય માર્કેટ વચ્ચે આવેલું છે. સાંકડી ગલીઓ અને પહેલા કરતા વેપારીઓ પણ વધ્યા અને વસ્તી વધારો પણ થયો જેને કારણે ટ્રાફિક જામ વધુ રહેતો હતો. આ સાથે અનેક સમસ્યા સ્થાનિક વેપારીઓ અને શાકભાજી ખરીદી કરતા ગ્રાહકોને પણ તખલીફ પડતી હતી. જેને કારણે લોક માંગને ન્યાય આપી પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ જુના શાકમાર્કેટને ખસેડી ગાર્ડનના પાછળના ભાગે મોટી જમીન પાલિકાની વણવપરાયેલી પડી રહી હતી. જેનો ઉપયોગ કરીને અંદાજિત 2 કરોડના ખર્ચે નવું આધ્યતન સુવિધાસજ્જ શાકમાર્કેટ બનાવવામાં આવશે. જેનું ખાતમુહુર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં 5.27 કરોડના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા
જેમની સાથે મહારાજા રઘૂવિરસિંહ ગોહિલ, મહારાણી રુક્મણિ દેવી, સ્વામી સિદ્ધેશ્વરજી, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ભરતભાઈ વસાવા, મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોળીયા સહીત પાલિકાની ટીમ હાજર રહી હતી. રાજપીપળા ટાઉન હોલમાં યોજાયેલ ખાતમુહુર્ત કાર્યક્રમમાં ખાસ કરીને 5.27 કરોડના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. જેની મહિતી આપતા પાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલે જણાવ્યુ હતુ કે પોસ્ટ ઓફિસ પાસે મલ્ટી પર્પઝ એસી. હોલ.બનવવામા અવશે. જેમા નીચે જમવાનું એરેજમેન્ટ કરી શકાય ઉપર રીંગસેરેમની કે કોઇ ફંક્શન થઈ શકે, ટેનિસ કોર્ટ ખાતે આધુનિક ટેબલ ટેનિસ બનવવામા આવશે.

5000 વૃક્ષો વાવી ગ્રીન સીટી, ક્લીન સીટી બનાવાશે
પ્રાંત ઓફીસની સામે 17 જેટલી દુકાનો બનવવામાં આવશે કે જેને લઈને હાથ લારી ચાલવી કામ કરતા લોકો વ્યવસાય કરી શકે, ખારાફરિયાળામાં બોક્સ ડ્રેન, મોટી ગટરો રોડ રસ્તા અને ગટર લઈને કામગીરી કરવામાં આવશે. આમ વિવિધ વિસ્તરોમા લોકોની માંગોને જોતા 5.27 કરોડના કામોને રાજપીપલા નગરપાલિકા દ્વારા હાલ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ સાથે 5000 વૃક્ષો વાવી ગ્રીન સીટી, ક્લીન સીટી બનશે તેવી રાજપીપલા નગર પાલિકાએ વાત કરી હતી.​​​​​​​ રાજપીપળા નગર પાલીકાના પ્રમુખ અને તેમની સમગ્ર ટિમને સાથ સહકાર અપવા સૌ આગેવનોએ જનતાને અપિલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...