તહેવારોમાં જ અકસ્માતના બનાવ:બેસતા વર્ષ અને ભાઈ બીજના દિવસે જ રાજપીપળા નજીક અકસ્માતના 2 બનાવોમાં મહિલાનું મોત, ત્રણને ગંભીર ઇજાઓ

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા હાઇવે પરના મોજી ગામ નજીક 2 મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક શખ્સને ઇજા થતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સોરવણી ગામના રંગીનભાઈ લાલિયાભાઈએ આપેલી ફરિયાદ મુજબ એક બાઈક ચાલકે પોતાની મોટર સાઈકલ મોવી તરફથી ભમરી તથા મોજી ગામ વચ્ચે હાઈવે રોડ પર પુરઝડપે હંકારી લાવી અમારી બાઈક સાથે સામેથી અથાડી હતી. આ અકસ્માતમાં મારી પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. એક્સીડન કરનાર બાઈક પાછળ બેસેલા ભરૂચ જિલ્લાના બીલાઠા ગામના વિનુભાઈ રતનભાઈ વસાવાને પણ માથાના ભાગે ઈજાઓ પહોચાડી પોતાની બાઈક સ્થળ પર મુકી નાશી છૂટ્યો હતો. રાજપીપળા પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે બીજો બનાવ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ધારીખેડા ગામની સુગર ફેક્ટરી પાસે બન્યો. જેમાં બાઈક અકસ્માત થતાં એક મહિલા અને બાળકીને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.

મળતી વિગતો અનુસાર નાંદોદ તાલુકાના વાવડી ગામમાં રહેતા મીનાબેન સંજયભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ સામા વાળાએ પોતાની બાઈકને પુરઝડપે ચલાવી લાવી આગળ જતી બાઈકને પાછળથી ટક્કર મારી એકસીડન કરી નાની મોટી ઇજાઓ પહોંચાડી તથા પોતાની દિકરી રિધ્ધીબેનને જમણા હાથની કોણીથી કાંડાની વચ્ચેના ભાગે ફેકચર થયો હતો. આમલેથા પોલીસે બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...