કરુણ દુર્ઘટના:ગુવાર ગામે ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતા મહિલા અને બાળકીનું મોત; વીજ કંપની ગાબડતોડ ઘટનાસ્થળે પહોંચી

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ગુવાર ગામમાં વીજ વાયર તૂટી પડતાં એક મહિલા અને બાળકીને કરંટ લાગતા ઘટના સ્થળેજ બંને નું મોત થયું હતું. ગુવાર ગામમાં થાંભલા પરથી અચાનક વીજ વાયર તૂટી પડતાં નીચેથી પસાર થતા હિરાંબેન ભુરજી ભાઈ તડવી(55 વર્ષ) નામની મહિલા અને માનસી બેન અશોક ભાઈ તડવી (7 વર્ષ) નામની બાળકીને કરંટ લાગતા બંનેનું સ્થળ પરથી પ્રાણ પંખેરું ઊડી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા બાદ બંનેના મૃતદેહોને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વીજ કંપનીના ઇજનેર એસ. ડી. રાણા એ જણાવ્યું કે અમારી ટીમ સ્થળે પહોંચી છે, હું હમણાં જાઉં છું. ત્યાં ગયા બાદ હકીકત ખબર પડશે કે કઈ રીતે વાયર તૂટ્યો અને આ ઘટના બની.

અન્ય સમાચારો પણ છે...