ગરૂડેશ્વરના મોટા પીપરીયા સ્થિત આદિવાસી સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા 91 વર્ષના કોકિલાબેન પંચોલી નાંદોદ વબેઠક માટે મતદાન કરશે. તેઓ 2008ની સાલથી વૃદ્ધાશ્રમમાં રહે છે. આજ આશ્રમમાં રહેતાં સુમનભાઈ માછી પણ ઉમળકા સાથે કહે છે કે, ભલે અમારી ઉંમર થઈ છે અને વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ. પરંતુ દેશના નાગરિક તરીકે મળેલી મતદાનની ફરજ અદા કરવા માટેઆજે પણ જુસ્સો તો એવો જ છે.
આ વૃદ્ધાશ્રમમાં ૧૫ વર્ષથી રહેતા ગોલજીભાઈ તડવી અને ૧૨ વર્ષથી રહેતા મગનભાઈ તડવી જણાવી રહ્યાં છે કે, આ તો આપણા સૌનો ઉત્સવ છે.આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા 80 થી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે, મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.