ડેમની જળસપાટીમાં વધારો:નર્મદા ડેમમાં પાણીની આવક વધીને 96 હજાર ક્યુસેક થઇ; 24 કલાકમાં સપાટી 10 સેમી વધીને 137.23 મીટરે પહોંચી

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી હાલ 24 કલાકમાં 10 સેમી વધીને 137.23 મીટરે પહોંચી છે.

2 ગેટને 0.3 મીટર દરવાજા ખોલીને 5 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં વધારો નોંધાયો અને 96 હજાર 743 ક્યુસેક થઈ રહી છે. ઉપરાંત 2 ગેટને 0.3 મીટર દરવાજા ખોલીને 5 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવર હાઉસ સતત 24 કલાક ચાલે છે જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જે 43 હજાર 049 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. મુખ્ય કેનાલમાંથી 15 હજાર 400 ક્યુસેક પાણી છોડાયું છે. એટલે કુલ 65 હજાર 838 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. એટલે કે આવક અને જાવકનું પ્રમાણ સરખું જ જોવા મળી રહ્યું છે.

નર્મદા ડેમમાં પાણીનો સ્ટોરેજ જથ્થો 5452 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી જતાં નર્મદા ડેમમાં પાણીનો સ્ટોરેજ જથ્થો 5452 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. એટલે 97 ટકા જેટલો ભરાઈ ગયો છે. ત્યારે હવે માત્ર 1.50 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે. જે આગામી 10 દિવસમાં.પહોંચી જશે.એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...