સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં 2.75 મીટરનો વધારો નોંધાયો છે. નર્મદા બંધના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દ્રીરાસાગર અને તવા ડેમના તમામ દરવાજા ખોલાયા, જેમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક વધી 2.90 લાખ ક્યુસેક થઈ છે. જેથી નર્મદા બંધની જળ સપાટી 128.58 મીટરે પહોંચી છે. જળસપાટીમાં વધારો થતા અને આગામી દિવસોમાં હેવી ફ્લડ આવવાની શક્યતાએ 1200 મેગા વોટની ક્ષમતા ધરાવતા RBPHના તમામ અને 250 મેગા વોટની ક્ષમતા ધરાવતા CHPH પાવર હાઉસના 3 ના ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. જે રોજની 54 કરોડથી વધુની વીજળી ઉત્પાદન કરી રહ્યાં છે. હાલ સરદાર સરોવરમાં 1930 મિલિયન ક્યુબીક મીટર કુલ પાણી સ્ટોરેજ છે.
ગરુડેશ્વર વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો
આ સીઝનમાં પ્રથમવાર ગરુડેશ્વર વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. જે પ્રવાસીઓનું આકર્ષનું કેન્દ્ર બન્યો છે. હાલ નર્મદા બંધના પાવરહાઉસ ચાલુ થતા 80 હાજર થી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા નદીમાં પાણી ની વધુ માત્રા આવતા નર્મદા નદીનું લેવલ 31 મીટર ને પાર કરી દેતા નર્મદા નદી પરના વિયરડેમ કમ કોઝવે ઉપરથી 2 મીટર પાણી હાલ વહી રહ્યું છે અને એક સુંદર આહલાદક નજારો પ્રવાસીઓને માણવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.