પાણીની સમસ્યા નહીંવત:સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક, સિઝનમાં પ્રથમ વખત જળ સપાટી 137ને પાર

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડતો હતો. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 પાર કરી 137.01 મીટર થઈ ગઈ છે.

આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 71, 354 ક્યુસેક થઈ રહી છે અને 5 ગેટને 0.3 મીટર દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ1200 મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત 24 કલાક ચાલે છે જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જે 43,308 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી રહ્યું છે. મુખ્ય કેનાલમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. એટલે કુલ 70 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. એટલે કે આવક અને જાવકનું પ્રમાણ સરખું જ જોવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી જતાં નર્મદા ડેમમાં પાણીનો કુંડ સ્ટોરેજ જથ્થો 5234.10 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. હવે માત્ર 1.68 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે. જે 17મી સપ્ટેમ્બરે પહોંચી જશે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત રાજ્ય તેમને નર્મદાના પાણી છલોછલ ભરીને ભેટ અપાશે. તે દિવસે નર્મદાના નિરના વધામણાંનો પણ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે એવી હાલ તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...