શુભેચ્છા મુલાકાત:દેશમાં પોટાશ, ડિસ્ટિલરી પ્લાન્ટ ધરાવતી નર્મદા સુગરની મુલાકાત

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રમાંથી નર્મદા સુગરની મુલાકાતે આવેલી ટીમ. - Divya Bhaskar
મહારાષ્ટ્રમાંથી નર્મદા સુગરની મુલાકાતે આવેલી ટીમ.
  • વસંતદાદા, સુગર ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોની ટીમે વટીવટને સમજ્યો

એક મૃતપાય સુગર ફેક્ટરી ને દોડતી કરી હાલ એવી હરણફાળ ભરી રહી છે કે દેશની અન્ય મોટી સુગર ફેક્ટરી ને ટક્કર મારી આગળ નીકળી ગઈ છે. જેની પાછળ મુખ્ય સફળ સંચાલન લગભગ 30 વર્ષથી વધુ સમયથી નર્મદા સુગરનું સંચાલન કરતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમ ને શ્રેય જાય ખુબ મહેનત થી તેમને આ સુગર ફેક્ટરીને એવી મુકામ પર પહોંચાડી કે આજે મહારાષ્ટ્ર ના એક સુગર ઇન્સ્ટિટ્યૂટ ની ડેલિગેશન ટીમને રાજ્યમાંથી કોઈ એક સુગર ફેક્ટરી ની શુભેચ્છા મુલાકાત માટે પસંદગી કરવા કહ્યું તો પહેલું નામ નર્મદા સુગરનું આવ્યું.

મહારાષ્ટ્રની વસંતદાદા, સુગર ઇન્સ્ટિટ્યૂટ(VSI) ના મુખ્ય સંચાલકો એવા શિવાજીરાવ પાટીલ, ધારાસભ્ય અશોકભાઈ પાટીલ, દાની સાહેબ, તથા તેમની ટીમ દ્વારા નર્મદા સુગરની શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં ખાસ કરીને દેશમાં બે સુગર ફેક્ટરીઓ પાસે પોટાશ ખાતરનો પ્લાન્ટ છે.

આવી દેશની અગ્રણી નર્મદા સુગર ફેક્ટરીની મુલાકાત કરી સાથે સફળ સંચાલન ઓનલાઇન વહીવટ જોઈ ખુબ ખુશ થયા અને પોતે પણ નર્મદા સુગરના વહીવટનું અનુકરણ કરવા અને અન્ય સુગર ફેક્ટરી ને નર્મદા સુગર જેવા વહીવટનો દાખલો આપવાની વાત કરી અન્ય સુગર ફેકટરીઓ માટે નર્મદા સુગર દિશા સૂચક બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...