ટ્રાફિક સમસ્યાથી પ્રજા ત્રસ્ત:તિલકવાડા નગરમાં ટ્રાફિક નિરાકરણ માટે ગ્રામજનોએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા

તિલકવાડા નગરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. જેના કારણે એસટી બસની સુવિધા તિલકવાડા નગરમાંથી પસાર થતી વખતે ભારે તકલીફ પડી રહી છે. જે સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા તિલકવાડા પોલીસ મથકે તિલકવાડા P.S.I એ જી ખોથને લેખિતમાં રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ કરવા માટે માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર તિલકવાડા નગરમાં ઘણા છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાને કારણે મોટા વાહનો અને એસ.ટી.બસને પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે. થોડા સમય પહેલા તિલકવાડા નગરમાં પાઇપ લાઈનની કામગીરીને કારણે એસટી બસની સુવિધા તિલકવાડા નગરમાં બંધ થઇ જવા પામી હતી. જેના કારણે ગામ લોકોને મુસાફરી કરવા માટે તિલકવાડા ચોકડી પર રિક્ષામાં પૈસા ખર્ચીને અથવા ચાલીને જવું પડતું. જેના કારણે ગામ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરયા બાદ ડભોઇ એસ.ટી ડેપોની બસ સુવિધા શરૂ કરવામાં આવી.

રાજપીપળા એસટી ડેપોની બસ સુવિધા શરૂ કરવામાં આવી નથી. જેમાં હાલ ડભોઇ ડેપોની બસ સુવિધા તિલકવાડા નગરમાં શરૂ થતાં નગરમાં ટ્રાફિકની સમસ્યાને કારણે એસટી બસ પસાર થતા ટ્રાફિક સમસ્યા નડી રહી છે. જેથી આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તિલકવાડા ગ્રામજનો દ્વારા તિલકવાડા પોલીસ મથકે PSI એજી ખોથને લેખિતમાં રજૂઆત કરીને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...