આક્ષેપ:વિજય રૂપાણીની સરકાર નિષ્ફળ સાબિત થઇ હતી : નારણ રાઠવા

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા ભેગા કરવા સ્ટેચ્યૂ બનાવ્યું, ગરીબોની જમીનો લઈ લીધાનો આક્ષેપ

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 148 નાદોદ વિધાનસભામાં નવ સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં વિધાન સભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવા, ધારાસભ્ય પીડી વસાવાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમની સાથે. પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ઉપ પ્રમુખ જયંતીભાઈ વસાવા, રાજ વસાવા, વત્સલા બેન વસાવા, જેરમાબેન વસાવા, તિલકવાડા ના કપૂરભાઈ ભીલ સહીત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટી જાણ સંખ્યાને સંબોધતા કોંગ્રેસી આગેવાનો એ ભાજપ પાર તીખા પ્રહારો કર્યા હતા.

​​​​​​​રાજપીપલા ના સરદાર ટાઉન હોલ ખાતે નર્મદા જિલ્લાની બે વિધાનસભા નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભાના કોંગ્રેસી આગેવાનો યુથ કોંગ્રેસ , મહિલા કોંગ્રેસ , NSUI , સેવાદળના તમામ હોદ્દેદાર તથા કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજર રહયા હતા. નર્મદાની બે વિધાનસભા બેઠકો જાળવી રાખવા કોંગ્રેસ એક્શનમાં આવી. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે જે ઉભું કર્યું એ એરપોર્ટ, રેલવે, સરકારી કંપનીઓ બધું વેચવા લાગ્યા છો અને કહો છો 60 વર્ષમાં કોંગ્રેસે કર્યું શું.

અન્ય સમાચારો પણ છે...