દારૂનો ખેપિયો ઝડપાયો:રાજપીપળામાં બોલેરો ગાડીમાંથી વિજિલન્સ ટીમે દારૂ સાથે રૂ.5.48 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતેની રત્નદિપ સોસાયટીના પાર્કિંગમાંથી વિજિલન્સની ટીમે બોલેરો ગાડીમાંથી અંગ્રેજી દારૂ સહિત લાખોના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે રાજપીપળાની રત્ન દીપ સોસાયટીમાં પાર્કિંગમાં ઉભેલી બોલેરો પિકઅપ ગાડી નંબર GJ-16-AU-3177નો ડ્રાઈવર (1) અરવિંદ શાન્તીલાલ જાતે વસવા (ઉં.વ.32) રહે.માથાસર પટેલ ફળીયા તા.ડેડીયાપડા જી.નર્મદા પોતે પોતાની બોલેરો પિકપ ગાડી નંબર GJ-16-AU-3177માં વિદેશી દારૂના ટીન બીયરનો જથ્થો ભરી લાવનાર તથા (2) દેવજી કુકડીપાદર ગામના મહારાષ્ટ્ર રાજ્યના જેના પુરા નામની ખબર નથી તે વિદેશી દારૂના ટીન બીયર જથ્થો લેનાર તથા આપનાર વચ્ચે સંપર્ક કરાવી મદદગારી કરનાર તથા (3) જીતુભાઇ રહે.બગદરી ગામના મહારાષ્ટ્ર રાજ્યના જેના પુરા નામની ખબર નથી તે ભારતીય બનાવટનો વિદેશી દારૂના ટીન બીયર જથ્થો ભરી આપનાર તથા (4) રાહુલ જગદીશ વસાવા રહે.રાજપીપળા ટેકરા ફળીયા વિદેશી દારૂના ટીન બીયર જથ્થો મંગાવી જેમની કિંમત રૂ.47,500 તથા બોલેરો પિકઅપ ગાડી કિં.રૂ.5,00,000 તથા મોબાઈલ ફોન નંગ-1 કિં.રૂ.500 મળી કૂલ કિંમત રૂ.5,48,000નો મુદામાલ સાથે અરવિંદભાઇ શાંન્તીલાલ જાતે વસાવા રહે. માથાસર ગામનાને પકડી પાડી બાકીના દારૂનો જથ્થો મોકલનાર-મંગાવનાર તથા દારૂના જથ્થા માટે સંપર્ક કરાવનાર નાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...