દીપડાનો આતંક:તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડો ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ, ઘર નજીક બાંધેલી પાડીનો કર્યો શિકાર

નર્મદા (રાજપીપળા)4 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. જેમાં રોઝાનાર ગામે રહેણાંક વિસ્તારમાં ઘર નજીક બાંધેલી અઢી વર્ષની પાડીનું દીપડાએ શિકાર કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે દિવસ અગાવ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કર્યો હતો અને ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડીને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. રહેણાંક વિસ્તાર હોઈ લોકોની અવર જવર થતી હોય અને આવા વિસ્તારમાં જંગલી જાનવર આવતા લોકોમાં ફાફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના વંઢ રોઝાનાર ગમે દીપડાએ આતંક મચાવ્યો છે. ત્રણ દિવસમાં બે પાડી ઉપર હુમલો કરી શિકાર બનાવ્યો છે. વંઢ રોઝાનાર સહિત આસપાસના વિસ્તારોમાં મોટે ભાગે પશુપાલકો વસવાટ કરે છે. તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. જેમાં ગત રોજ રોઝાનાર ગામે એક ઘટના બની છે. આ ઘટનામાં રોઝાનાર ગામેં રહેતા ભયલાલ મગનભાઈ બારીયા નામના પશુપાલકના જણાવ્યા મુજબ તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેઓ ગત રોજ રાબેતા મુજબ ઘર નજીક અઢી વર્ષની પાડી બાંધી હતી અને રાત્રીના અંદાજિત 3:00 વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરી અઢી વર્ષીય પાડીનું મારણ કરી ફાડી ખાધી હોવાનું જાણવા મળેલ છે.

હાલ બે દિવસ અગાવ વંઢ ગામે ઘર નજીક બાંધેલી પાડીને દીપડાએ શિકાર બનાવ્યો હતો. હવે ફરી એકવાર રોઝાનાર ગામે દીપડાએ પાડીને શિકાર બનાવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તાર હોય રાત્રે ખેડૂતોની ખેતરમાં અવર જવર થતી હોય અને આવા જંગલી જાનવર ફરતા હોવાથી કોઈ અજુકતો બનાવ ન બને તે માટે વન વિભાગ તરફથી વહેલી તકે પાંજરું મૂકીને આ આતંક મચાવનાર જાનવરને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...