નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વિનાશક વાવાઝોડાએ નર્મદાના ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ કેળા કપાસ દિવેલા સહિત ખેતી જમીનદોસ્ત થઈ ગઈ હતી. ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ગોપાલપુરમાં સૌથી વધુ નુકસાન થયું છે આ સાથે રાજપીપળા કરજણ ઓવારે, કાલીભોય, વડિયા, વાવડી, થરી, લાછરસ, રામપુરા, માંગરોળ, ધમણાછા, ધનપોર, સહીતના જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં નાનું મોટું નુકસાનથી ખડૂતોને મોટું નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ગત રોજ મધ્યરાત્રી થીજ નર્મદામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, ગત રોજ રાત્રીના સમયે સતત 2 કલાક ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ડેડીયાપાડમાં બરફના કળા પડ્યા હતા અને ઘરોના પતરા ઉડી ગયા હતાં. જિલ્લામાં ચારે કોર પુર ઝડપે પવન ફૂંકાયો અને એકાએક વાવાઝોડું ઘસી આવતા લોકોમાં ભાગદોડ મચીગઈ હતી. વવાઝોડાનું સ્વરૂપ એટલું ભયંકર હતું. જેને ખેતીને વ્યાપક નુકસાન પહોચાડ્યું જે કેળાના ભાવ હાલ 400 થી 500 રૂપિયા છે. ભાવ સારો આવતા ખડૂતોને થયું કે દેવું ઉતરી જશે, ઘરના છૂટી જશે પણ એ સપના રહ્યા ખેડૂતોને મોટા નુકસાન થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે ખડૂતો ને સરકાર સારા પેકેજ આપે એવી આશા બંધાઈ છે.
આ બાબતે ગોપાલપુરા ખેડૂત મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એ આ વાવાઝોડું એવું ભયકંર હતું કે લોકોને 2021માં આવેલ તોકતે વાવાઝોડાની યાદ આવી ગઈ હતી, જોકે આ વાવાઝોડાની અસર એક કલાક સુધી વર્તાઈ હતી. સમગ્ર પંથકમાં વાવાઝોડાને કારણે કચરાના ઢગલા, ધૂળની ડમરીઓ, ઝાડની તૂટેલી ડાળીઓ અને પાંદડા ને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી, રાજપીપળા ડેડીયાપડા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ભારે વાવાઝોડાએ અને કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાક કરતા ખેડૂતોમાં પાક બગડવાની ચિંતા જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.