ટ્રાયબલ અને જળસંપત્તિ વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી બિશ્વેશ્વર ટુંડુ ના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રિય રાજ્યમંત્રી બિશ્વેશ્વર ટુડુએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશન જિલ્લો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે. તેના લાભો પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તે જોવા મંત્રી ટુંડુએ હિમાયત કરી હતી.
આ બેઠકમાં જિલ્લામાં જીતનગર ખાતે નવ નિર્માણ પામી રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તેમજ ગરૂડેશ્વર ખાતે નવ નિર્માણ પામી રહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં થઇ રહેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી સુચનો કર્યાં હતાં. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મનરેગા, સિંચાઇ, આઇ.ટી.આઇ, સ્પોર્ટસ સહિત “નલ સે જલ” યોજના દ્વારા લોકોને શુધ્ધ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી વાસ્મો દ્વારા આજદિન સુધી કરેલી કામગીરી અંગે માહિતી મેળવી જિલ્લામાં આ દિશામાં થયેલી પ્રગતિની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં પ્રગતિ હેઠળના થઇ રહેલા તમામ કામોથી મંત્રી ટુંડુએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.