નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા રોજગાર અધિકારી એમ.એસ.પટેલના નેતૃત્વમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી હાથ ધરાઈ રહી છે. દેડીયાપાડા અને ગરૂડેશ્વર તાલુકા બાદ યુવાધનને સ્વરોજગાર બનાવવાના ઉમદા આશય સાથે નાંદોદ તાલુકાના નવા વાઘપુરા સ્થિત બિરસા નર્સિંગ કોલેજ ખાતે શિક્ષણ સહિત સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપવા ઓવર્સિસ સેમિનારનું આયોજન કરાયું હતું.
જેમાં નર્મદા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કેરીયર કાઉન્સિલર કૃષિકા વસાવા અને કેરિયર કાઉન્સલર નિશાંત જોશી (વડોદરા) દ્વારા વિદેશમાં નોકરી માટે વિઝા, અગ્નિવીરની ભરતી માટે માર્ગદર્શન, અનુબધમ પોર્ટલ, એનસીસી અને કેરિયર કોર્નર વિશે વિસ્તૃત પૂર્વક માર્ગદર્શન આપી રોજગાર વિનિમય કચેરી દ્વારા તમામ સહકાર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં.
અગ્નિવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં યોગ્ય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને www.joinindianarmy.nic.in પર ઓનલાઈન અરજી કરવા/અન્યને માહિતગાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તદઉપરાંત, આઇ.ટી.આઇ. વિભાગોમાં ચાલતા વિવિધ કોર્ષ અને સ્નાતક-અનુસ્નાતક ડિગ્રી માટે પ્રવેશ મેળવવા શ્રેષ્ઠ કોલેજો વિશે માહિતગાર કરાયા હતા. આ સેમિનારમા બીરસા મુંડા નર્સિંગ કોલેજના આચાર્ય રોશની ગાવિત, કોલેજના શિક્ષકગણ, સંપૂર્ણ સ્ટાફ સહિત વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.