બે મહિલા અને એક બાળક ગુમ થતા પોલીસે તપાસ આદરી...
રાજપીપળા અને નાંદોદ તાલુકાના લાછરસ ગામમાંથી બે મહિલાઓ અને એક બાળક ગુમ થતાં તેમના પરિવારજનોએ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા કસબાવાડ વિસ્તારમાંથી હિનાબાનું ફિરોઝખાન અહમહુસૈન રાઠોડ ઉ.વ.21 તા.6-1-23 ના સવારના 11 કલાકે રાજપીપળા પોતાના ઘરેથી કોઇને કહ્યા વિના નિકળી ગઇ છે. અત્યાર સુધી પરત આવી નાં હોય તેમના પરિવારે પોલીસને જાણ કરી છે.
જ્યારે બીજી ઘટનામાં નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલાં લાછરસ ગામમાંથી વનીતાબેન શૈલેષ વસાવા તથા તેમનો બાળક હિમાંસુ શૈલેશભાઇ વસાવાનાઓ પણ ગત તારીખ 20-12-22નાં દિવસે ઘરમાં કોઈને કઈ કહ્યાં વિના ચાલી ગયા હતા. બાદમાં ત્રણેયનો આજદિન સુધી કોઈ પત્તો નહી લાગતા પોલીસે આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
6 બાઈક ચાલકોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા...
મોંઘીદાટ બાઈક લઈ મુખ્યમાર્ગ પર જાણે રેસ લગાવતા હોય તેમ બેફામ બાઈક લઈ જતા તત્વોનાં કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા બાદ હાલ રાહત થઈ છે.
હમણાથી સમગ્ર ગુજરાતમાં બાઈકર ગેંગનો ત્રાસ વધ્યો છે. જેમાં ખાસ કરીને મોટા શહેરોમાં આ આતંક વધુ જોવા મળે છે. પરંતુ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા જેવા નાના શહેરમાં પણ આ આતંક ઘણા લાંબા સમયથી ચાલે છે. હાલમાં મુકાયેલા રાજપીપળા ટાઉન પીઆઈ આર.સી. ચૌધરીનાં ધ્યાન પર આ બાબત આવતા તેમણે આ આતંક નાબૂદ કરવા બીડું ઉપાડ્યું છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબેનાં માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ ચૌધરીએ રાજપીપળાનાં મુખ્ય માર્ગો ઉપર રાત્રિ દરમિયાન મોંઘીદાટ બાઈક લઈ હવામાં ઉડતા અને લોકોના જીવ અધ્ધર કરતા કેટલાક બાઈક ચાલકોને પકડવા ડ્રાઇવ રાખી પહેલા દિવસે જ 6 બાઈક ચાલકોને મોંઘીદાટ બાઈક સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. જોકે હજુ કેટલાક બાઈકરો આ આતંકમાં છે. એ બાબતે ટાઉન પોલીસ તપાસ કરી બાકીનાને પકડવા બાઝ નજર રાખી રહી છે. ત્યારે આ આતંક તદ્દન નાબૂદ થાય તે દિશામાં પોલીસ કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.