હોળીના તહેવારમાં વધુ રોકડી કરવા બુટલેગરો તો સક્રિય થઇ ગયા હતા, પરંતુ નર્મદા બટાલિયન SRP જૂથ 18 માં ફરજ બજાવતા અને SRP સ્ટાફ ક્વાટરમાં રહેતા બે જવાનો વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે. તેઓ પોતાની કારમાં 38 હજારનો દારૂ ભરી આવતા મુદ્દામાલ સાથે LCB પોલીસના હાથે ઝડપાઇ જતાં પોલીસે દારૂની હેરાફેરીનો કેશ બનાવી બંનેની ધરપકડ કરી છે.
મળતી વિગતો અનુસાર કેવડિયા SRP ગ્રુપ કેમ્પ ક્વાટર રાજીવન કેવડિયા કોલોનીમાં રહેતા અને મૂળ ભાવનગર ઘોઘા તાલુકાના ગુંદી ગામના અર્જુનસિંહ અનુપસિંહ ગોહીલ અને વરશન તેરસિંગભાઈ રાઠવા વિદેશી દારૂની હેરાફેરી કરતાં હોવાની LCB નર્મદાને બાતમી મળી હતી. તે સાથે આજે મોટો જથ્થો પોતાની કારમાં લઈને આવી રહ્યા છે તેવી બાતમીના આધારે LCB પી.આઈ. જે.બી ખાંભલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.વસાવા સહિત ટીમ સમશેરપુરા કેનાલ પાસે ચેકીંગ કરતા હતા.
SRP જવાનોની પણ ધરપકડ
એવા સમયે સમશેરપુરા કેનાલ પાસેથી અર્જુનસિંહ ગોહિલ અને વરશન રાઠવા નીકળવા જતા પોલીસે ગાડી ચેકીંગ કરી હતી. ત્યારે અંદરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અંદાજિત 38,400 નો જથ્થો તેમજ મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ગાડી પોલીસે કબ્જે કરી અને બંને SRP જવાનોની પણ ધરપકડ કરી હતી. તેમની પાસેના રોકડા રૂપિયા, મોબાઇલ ફોન, તથા કાર મળી કુલ 2,50,110 ના મૂદ્દામાલ સાથે ધરપક કરી તેઓ ક્યાંથી આ વિદેશી દારૂ લાવ્યા ત્યારે જણાવ્યું કે, માધ્ય પ્રદેશના અલી રાજપુરના સેંઢવા તાલુકાના વખતઘઢ ગામના ઇબ્રાહિમ ગુલાબસિંહ ચૌહાણ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ગરુડેશ્વર પોલીસમાં ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.