108ની સરાહનીય કામગીરી:રાજપીપળાની 108 એમ્બ્યુલન્સમાં ઈએમટી દ્વારા જોડિયા બાળકોની સફળ ડિલિવરી કરાઈ

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ચાલતી જીવીકેઈએમઆરઆઈ 108 એમ્બ્યુલન્સમાં વધુ એક જોડિયા બાળકોની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. જ્યાં માતા અને શિશું બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પરિવારે સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ તા 26 સપ્ટેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સથી ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યાંથી તેમને જોડિયા બાળકોની જાણ થતા તેમજ પ્રથમ સુવાવડ હોવાથી વધુ તપાસ માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોડિયા બાળકો નું વજન વધુ લાગતું હોવાથી દર્દી અને બાળકોને જીવનું જોખમ હોવાથી ડિલિવરી માટે એસએસજી હોસ્પિટલ વડોદરા રિફર કરાયા હતા. પણ દર્દી અને તેના સગાને વડોદરા જવું ન હતું. ડૉક્ટર દ્વારા સમજાવવા છતાં એ લોકો સિવિલમાંથી રજા લઈ બે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં પણ એમને ડૉક્ટર ના મળતાં ફરી 108 એમ્બ્યુલન્સને કોલ કરી ફરી સિવિલમાં દાખલ થયા હતા અને વડોદરા એસએસજી જવા માટે રાજી થયાં થયાં હતા.

સવારે 3:18 મિનિટે રાજપીપળા 108 એમ્બ્યુલન્સને કોલ આવતાં ઈએમટી અમૃતભાઈ ઠાકોર અને પાયલોટ દિલીપ ભાઈ તડવી સિવિલ હોસ્પિટલ રાજપીપળાથી દર્દી ચંપા બેનને વડોદરા લઈ જવા નીકળી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ ડભોઇની આગળ પહોંચતા દર્દીને અસહ્ય પ્રસૃતિની પીડા ઉપાડતાં એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રાખી હતી. ઈએમટી અમૃતભાઈએ તપાસ કરતાં જણાયું હતું કે ડિલિવરીનો સમય થઈ ગયો હતો અને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવી પડે તેમ હતી. જેથી ડિલિવરી કરાવવા માટે ઈએમટી અમૃતભાઈ ભાઈએ ડિલિવરી કરવા માટે પૂરતી તૈયારી કરી લીધી હતી અને 108ના સેન્ટરમાં બેઠેલા ફિઝિશિયનને કોલ કરી માહિતી આપી તેમના માર્ગદર્શન પ્રમાણે ઈએમટી અમૃત ભાઈએ 108 એમ્બ્યુલન્સમાં જ જોડિયા બાળકોની સફળ ડિલિવરી કરાવી હતી. નવજાત શિશુ નું વજન 2.6 કિલો અને બીજા નું વજન 2.3 કિલો હતું. બંને નવજાત શિશુ અને માતા ત્રણેય સુરક્ષિત હોસ્પિટલ મા દાખલ કરાયા હતા. જ્યાં માતા અને નવજાત શિશુ ઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...