બેફામ ટ્રકે ગાડીને ઉડાવી:તોરણા ગામના પાટીયા પાસે ટ્રકે કારને ટક્કર મારી; એક મહિલાનું મોત; ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામના ટેકરા નજીક તોરણા ગામના પાટીયા પાસે એક પૂરપાટ આવતી ટ્રકે ફોર વ્હીલ ગાડી સાથે અકસ્માત સર્જતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે બે બાળકો અને માતા પિતાને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા.

ચાલક સ્થળ પર ટ્રક મૂકી ફરાર થયો
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક નંબર HR- 38-X 4615ના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે હંકારી લાવી મહિન્દ્રા કંપનીની KV ગાડી નંબર GJ-06-MD- 6256ની સાથે એક્સિડેન્ટ કરી ફોર-વ્હીલ ગાડીમાં બેઠેલા હંસાબેન વિશાલભાઈ રોહિતનું સ્થળ પર મોત નિપજાવ્યું હતું. ઉપરાંત ગાડીમાં બેઠેલા ડ્રાઈવર મિતેશભાઈ ઠાકોરભાઈ રોહિત તથા તેમના પત્ની વર્ષાબેન તથા દીકરો કેવલ તથા દીકરી ખુશીને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી ચાલક પોતાની ટ્રક સ્થળ પર મુકી નાસી જતાં રાજપીપળા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...