રન ફોર તિરંગા:રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા બાઈક પર તિરંગા યાત્રા કાઢવામાં આવી

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યની સૌથી લાંબી તિરંગા યાત્રાના નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા આ બાઈક તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી બાઈક રેલી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ભાજપ જિલ્લા મંત્રી નીલ રાવ દ્વારા આ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવી હતી. જે યાત્રા રાજપીપળા શહેરના તમામ એરિયામાં યાત્રા ફરી જેમાં અનેક વિસ્તારોમાં ફરતા તિરંગા અભિયાનને શુભેચ્છા આપવામાં આવી હતી.

આ બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પુર્ણ થયાના પર્વે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં સમગ્ર દેશમાં લોકો જોડાઈ રહ્યા છે. આ રેલી જનજાગૃતિ માટે જ છે. કે દેશના નાગરિકોને તિરંગા માટે જે સ્વાભિમાન જાગે રાષ્ટ્ર ભક્તિ જાગે લોકો પોતાના ઘરે તિરંગો લગાવી એક રાષ્ટ્ર ભક્તિ કરે એ માટે બાઇક રેલી નું આયોજન રાજપીપળાના જાહેર માર્ગો પર ફરી હતી.

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે બાઈક તિરંગા યાત્રા કાઢવામાં આવી આજે 200 થી વધુ બાઈક સવારો પોતાના વાહન પર તિરંગા સાથે રાજપીપળા શહેરમાં ફરી હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકો સાથે પોલીસ જવાનો જેમાં 100 થી વધુ સ્થાનિકો અને 150 જેટલા પોલીસ જવાનો આ યાત્રામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...