રાજ્યમાં સૌથી ઉંચી જગ્યા સ્વાતંત્ર્ય પર્વ:નર્મદાડેમના 160 મીટર ઉંચાઈ પર તિરંગો લહેરાયો, SOU ખાતે પણ તિરંગો લહેરાયો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા હજુ પણ નર્મદા ડેમમાં 2 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.31 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને હવે માત્ર 4 મીટર દૂર છે. હાલ નર્મદા ડેમમાં જે પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા ડેમના રેડિયલ 23 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને પાવર હાઉસમાંથી 50 હજાર મળી કુલ 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠાના ભરૂચ, વડોદરા, અને નર્મદા જિલ્લાના 26 જેટલા ગામોને સાબદા કરવામાં આવ્યા છે.

15 ઓગસ્ટની રજા હોવાથી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમને જોવાનો લાવો મળતા પ્રવાસીઓમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો અને ખુશખુશાલ જોવા મળ્યા. એટલું જ નહીં નર્મદા બંધ ને પણ તિરંગા કલરની 5000 થી વધુ લાઈટોથી રોશની કરવાની સાથે દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ આ લાઇટિંગ જોઈએને પણ ખૂબ આનંદ માણી રહ્યા છે.

આ બાબતે નર્મદા નિગમના MD જે.પી.ગુપ્તા એ જણાવ્યું હતું કે આજે હરઘર તિરંગા લહેરાઈ રહ્યા છે. આજે પ્રથમવાર રાજ્યમાં સૌથી ઉંચી જગ્યા નર્મદા.ડેમ 160 મીટર ઉંચાઈ પર તિરંગો લહેરાયો છે.sou ખાતે પણ તિરંગો લહેરાયો છે.

અન્ય સમાચારો પણ છે...