• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Tribal People Who Earn Their Livelihood From Mushroom (bamboo Flower) Found In The Forests Of Dediapada, Are Very Beneficial For Health.

ફુલએ અપાવી રોજગારી:ડેડીયાપાડાના જંગલોમાં મળતા મશરૂમ (વાંસના ફૂલ) દ્વારા આજીવિકા મેળવતા આદિવાસી લોકો, સેહત માટે ખુબ જ ફાયદાકારક

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડેડીયાપાડાના ડુંગર વિસ્તારમાં જંગલને અડીને આવેલા રોડ ઉપર આજકાલ મશરૂમ (વાંસના ફૂલ) આદિવાસી ભાષામાં વેહના ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જંગલમાં મળતી આ શાકભાજીને રસ્તામાં આવતા નાના નાના ભૂલકાઓ તેમજ વડીલો જગંલમાંથી તોડી લાવી રસ્તા પર વેંચી અને આજીવિકા મેળવે છે.

સફેદ કલરમાં જોવા મળતું અને વાંસના થડમાંથી મળતું આ ફૂલ જેને આદિવાસી ભાષામાં વેહના કે વાહિતરા પણ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં મશરૂમ કહેવામાં આવે છે. આ ફૂલનો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને એમાં પ્રોટીન અને વિટામિન ભરપૂર રહેલું છે. કુપોષણ, હાઈ બીપી, હૃદયની બીમારી, પાચન ક્રિયા સરળ બનાવવા તેમજ ઇમ્યુનિટી પાવર વધારવા જેવા ઘણા બધા રોગોમાં ખોરાક તરીકે ઉપયોગી થાય છે.

આ ફૂલ જંગલમાંથી તોડીને લાવવા માટે ખૂબ જ ખુબજ મેહનત લાગે છે. આદિવાસી લોકો રોડ પર આ ફૂલ વેચી આજીવિકા મેળવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...