જી- 20 બેઠકની તૈયારીઓ શરૂ:કેવડિયાની મહિલા રિકશા ડ્રાયવરોની તાલીમ

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેવડિયામાં ઇ રીકશા ચલાવતી બહેનોને તાલીમ અપાઇ હતી - Divya Bhaskar
કેવડિયામાં ઇ રીકશા ચલાવતી બહેનોને તાલીમ અપાઇ હતી
  • પ્રવાસન મંત્રાલય તરફથી એક દિવસીય વર્કશોપ યોજાયો

દેશના પ્રવાસન મંત્રાલયની મુંબઇ સ્થિત પ્રાદેશિક કચેરીના ઉપક્રમે નર્મદા જિલ્લાના કેવડિયામાં ઇ- રિકશા ચલાવતી મહિલા ડ્રાયવરો માટે તાલીમ શિબિર યોજવામાં આવી હતી. 105 મહિલા ડ્રાઈવરોએ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ મૂળભૂત શિષ્ટાચાર, માવજત, પ્રવાસી યોગ્ય વર્તન વિશે શિખ્યા હતા. ​​​​​તાલીમનું બીજું સત્ર મહિલા ડ્રાઇવરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના પ્રવાસી સર્કિટથી વાકેફ કરવા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું. જૂન 2023 માં G-20 બેઠક માટે એકતાનગર પણ એક સ્થળ છે.

ભારતમાં G-20 બેઠકોની તૈયારીના ભાગરૂપે પ્રવાસન મંત્રાલયના ઉપક્રમે બસ તથા રેલવે સ્ટેશનનો સ્ટાફ, રિક્ષા ચાલકો, ઓટો તેમજ ટેક્સી ડ્રાઈવરો, પોલીસ કર્મચારીઓ, એરપોર્ટ પર ઈમિગ્રેશન સ્ટાફ, કુલીઓ, ટેક્સી અને કોચ ડ્રાઈવરો, સ્મારકો પરનો સ્ટાફ, ગાઈડ વગેરેને તાલીમ બધ્ધ કરાશે. એકતાનગર પહોંચ્યા પછી અત્રે ફરવા માંગતા પ્રવાસીઓનો પ્રાથમિક સંપર્ક મહિલા ડ્રાઇવરો છે. તે સૌથી અગત્યનું છે કે, એકતાનગરમાં પાયાના સ્તરના સેવા પ્રદાતાઓ પ્રવાસીઓ સાથે સીધો વ્યવહાર કરતી વખતે મૂળભૂત વર્તણૂકીય કૌશલ્યો વિશે સંવેદનશીલ બને, આના પરિણામે પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ થશે.

કેવડિયામાં માત્ર ઇલેકટ્રિક વાહનોનું ચલણ
ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઉચિત પગલાં લીધાં છે. તેના ભાગરૂપે એકતાનગરમાં આદિવાસી મહિલાઓને સરકાર મારફતે ઇ-રિક્ષા તાલીમ આપવામાં આવી છે અને તેમને ઇ-રિક્ષા પણ આપવામાં આવી છે. જેથી કરીને તેઓને સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેતા પ્રવાસીઓની સ્થાનિક પરિવહન જરૂરિયાતોને સરળ બનાવીને ઉત્તમ આજીવિકા માટેની તકો મળી શકે. એકતાનગર ઈલેક્ટ્રીક વાહનો નો વિસ્તાર બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...