• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Today Amit Shah Will Address A Public Meeting In Front Of Dedyapada Pitha Ground; 280 Tribal Culture Will Be Welcomed With Drums

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા:કહ્યું- મનમોહનસિંહની સરકાર વખતે રોજ આલીયા, માલીયા, જમાલીયા ભારતમાં ઘૂસતાં; જ્યારે મોદીએ પાકિસ્તાનીઓને ઘરમાં ઘૂસીને માર્યા

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાની ડેડીયાપાડાની 149 બેઠક પર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર હિતેશભાઈ વસાવાના ચૂંટણી પ્રચાર માટે આજે ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડની સામે એક જાહેરસભા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડેડીયાપાડા પહોંચ્યા. નર્મદા જિલ્લાની 149 ડેડીયાપાડા બેઠક પર રાજ્યના સૌથી નાના 30 વર્ષીય યુવાનને મેદાનમાં ઉતાર્યો એટલે સિનિયર નેતાઓની નારાજગી સામે નવા ઉમેદવારને જંગી મતોથી વિજેતા બનાવવા જાતે અમિત શાહ ડેડીયાપાડા પહોંચ્યા. જાહેરસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્તા ભાજપના વિકાસની ગાથા આદિવાસી સમાજ માટે લોકોને વર્ણવી હતી.

પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યા
કોંગ્રેસે બોર્ડ લગાવ્યા છે 'કામ બોલે છે'. 1990થી કોંગ્રેસ સત્તામાં નથી, 32 વર્ષથી જેમને ગુજરાતની જનતાએ સત્તા નથી આપી એ લોકો કહે છે અમારૂ કામ બોલે છે. કહો ભાઈ ક્યું કામ બોલે છે. કોંગ્રેસે ગરીબી વધારવા સિવાય કશું કામ નથી કર્યું. 10 વર્ષ સુધી સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સરકાર ચાલી, 10 વર્ષની અંદર રોજ આલીયા, માલીયા, જમાલીયા ઘૂસી જતા હતાં. અને આપણા જવાનોના શીશ કાપીને લઈ જતા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાનીઓને ઘરમાં ઘૂસીને માર્યા અને બતાવી દીધુ ભારતની પ્રજા અને ઝંડાનું અપમાન ના કરાય.

કોંગ્રેસ પર અમિત શાહના પ્રહાર
વધુમાં તેમણે જણાવતાં કહ્યું કે, ભાષણ તો કોંગ્રેસીયાઓ પણ કરે છે. પરંતુ વિકાસ થતો નહોતો કે અત્યારે પણ થતો નથી પરંતુ નરેન્દ્ર મોદી ભાષણ પણ કરે છે અને સાથે વિકાસ પણ કરે છે. 60-60 વર્ષ સુધી કોંગ્રેસીયાઓએ દેશના આદિવાસી, દલીતો, ગરીબોને ખરાબ જીવન જીવવા માટે મજબૂર કર્યાં. જ્યારે નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન યોજના અને માં કાર્ડ આપી 5 લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરી દીધો. કોંગ્રેસે અનેક વર્ષો સુધી ભાષણ કર્યા. હમણા નવા આવ્યા છેએ પણ ભાષણો કરે છે. હું પુછવા માંગુ છું. કોગ્રેસ પાર્ટીને કે તેમણે 1970માં નારો આપ્યો હતો 'ગરીબી હટાવીશું'. પરંતુ ગરીબીના હટાવી, ગરીબોને હટાવાનું કામ કોંગ્રેસે કર્યું છે. જ્યારે ગરીબી હટાવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

ભૂપેન્દ્ર પટેલે 1 લાખ કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે ફાળવ્યા
આઝાદીના 70 વર્ષ વિત્યા છતાં એકપણ આદિવાસી બેન-દીકરી કે એકપણ આદિવાસી ભાઈ આ દેશના રાષ્ટ્રપતિ ના બન્યા, પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી આદિવાસી ગરીબ ઘરની દીકરી દ્રોપદિ મૂર્મુને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા. કોંગ્રસે તેમના છેલ્લા બજેટમાં આદિવાસી સમાજ માટે 1000 હજાર કરોડ રૂપિયા ફાળવ્યાં હતા. જ્યારે આપણા ભૂપેન્દ્ર પટેલે બજેટ વધારી 1 લાખ કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે ફાળવ્યા છે. કોંગ્રેસના લોકોને ખબર નથી આદિવાસી વિકાસ કોને કહેવાય.

અમારી સરકાર દેશના આદિવાસી, દલિતો, OBC વર્ગની સરકાર છે
ડેડીયાપાડામાં જાહેરસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી ભગવા ટોપી અને ભગવા ખેસ જ દેખાય છે. આખું ડેડીયાપાડા કેસરીયું કેસરીયું લાગી રહ્યું છે. હું મારા અનુભવના આઘાર પર કહું છું, 148 અને 49 બન્ને બેઠક ભાજપના નામ કરીને જ જઈશ. સમગ્ર આદિવાસી ક્ષેત્રના વિસ્તારની અંદર શહેરી ક્ષેત્ર જેવો વિકાસ ભાજપે કર્યો છે. નરેન્દ્ર મોદી પ્રઘાનમંત્રી બન્યા પછી જ્યારે પહેલું ભાષણ કર્યું દેશની જનતા સામે એ પહેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર દેશના આદિવાસી, દલિતો, OBC વર્ગની સરકાર હશે.

નાંદોદ અને ડેડીયાપાડા પ્રચંડ બહૂમતીથી ભાજપે જીતવાની છે સાથે લોકોને વિજયના વિશ્વાસની મુઠી ભિચવાની કહીં અમિત શાહે ભારત માતા કી જયના નાદ સાથે સભાની પૂર્ણાહુતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...