ગામ લોકોમાં ડરનો માહોલ:તિલકવાડાના વંઢ ગામે ઘર નજીક બાંધેલી પાડીને દીપડાએ ફાડી ખાધી; પાંજરે પુરવા સ્થાનિકોની માગ

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામે રહેણાક વિસ્તારમાં ઘર નજીક બાંધેલી અઢી વર્ષની પાડીનું દીપડાએ શિકાર કરતા ગામ લોકોમાં ડરનો માહોલ છવાયો છે. રહેણાક વિસ્તાર હોઈ લોકોની અવર-જવર થતી હોય અને આવા વિસ્તારમાં જંગલી જાનવર આવતા લોકોમાં ફાફડાટ ફેલાયો છે.

દીપડાએ હુમલો કરી અઢી વર્ષીય પાડીનું ફાડી ખાધી
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામે મોટે ભાગે પશુપાલકો વસવાટ કરે છે. તેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વંઢ ગામમાં ગત રોજ એક ઘટના બની છે. આ ઘટનામાં વંઢ ગામમાં રહેતા અલ્કેશભાઈ અરવિંદભાઈ બારીયા નામના એક પશુપાલક રહે છે. ગતરોજ રાબેતા મુજબ ઘર નજીક અઢી વર્ષની પાડી બાંધી હતી અને રાત્રિના અંદાજિત 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરી અઢી વર્ષીય પાડીનું મારણ કરી પાડીને ફાડી ખાધી હતી.

દીપડાને ઝડપી પાડવા લોકમાંગ ઉઠી
​​​​​​​
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તાર હોય રાત્રે ખેડૂતોને ખેતરમાં અવર-જવર થતી હોય અને આવા જંગલી જાનવર ફરતા હોવાથી કોઈ અજુકતો બનાવ ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી વહેલી તકે પાંજરું મૂકીને આ જાનવરને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...