• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Three Persons Pelted Stones On A Police Constable Near Kalaghoda Circle In Rajpipla; Complaint Against Three For Breaking The Glass Of My Car

પોલીસ પર બુટલેગરનો હુમલો:રાજપીપળાના કાલાઘોડા સર્કલ પાસે પોલીસ જવાન પર ત્રણ શખ્સોનો પથ્થરમારો; માર મારી ગાડીના કાચ તોડી નાખતાં ત્રણ સામે ફરિયાદ

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા ખાતેના કાલાઘોડા સર્કલ પાસે ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રે આમલેથા પોલીસ મથકમાં પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા એક કર્મચારી ઉપર ચીત્રોલના એક વિદેશી દારૂના બુટલેગર સહિત તેના બે મળતિયાઓએ હુમલો કરી કારના કાચ તોડી માથામાં મુક્કા મારી ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે રાજપીપળા પોલીસ મથકમાં પોલીસ જવાને ત્રણ ઇસમો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપળા પોલીસ મથકે ત્રણ સામે ગુનો નોંધાયો
સમગ્ર બનાવની વાત કરીએ તો આ કામના ફરીયાદી પોલીસ જવાન જીતેન્દ્ર ઇન્દ્રવદન વસાવા જેઓ આમલેથા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તરીકેની ફરજના ભાગરૂપે ગુન્નના આગલા દિવસે આમલેથા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર વિસ્તારમાં નાઇટ રાઉન્ડની ફરજ દરમ્યાન દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે વોચમાં હતા. જેમાં આરોપી દિનેશ વસાવા પણ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રોલ ગામનો રહેવાસી છે. આ કામના ફરીયાદી પોતે કેવડીયા કોલોની ખાતે બંદોબસ્ત પુરો કરી રાજપીપળા કાલાઘેડા પાસે આવેલ ફોરેસ્ટ ક્વાટર્સમાં પોતાનું ક્વાટર્સ આવેલ હોય પોતાની ફોરવીલ ગાડી નંબર GJ22 H 3881 લઇ કાલાઘોડા સર્કલ પાસે ઉભા હતા. તે સમયે ફરીયાદીના ખાનગી વ્યક્તિ ફોરવ્હીલ ગાડીસુઝુકી બલેનો નંબર GJ 22 H 9656ની લઇને આવતા ફરીયાદી પોલીસ ગણવેશમાં હોવાથી ફરીયાદીની ગાડીની બાજુમા ગાડી પાર્ક કરી બંન્ને ગાડીમાંથી નીચે ઉતરી ઉભા રહી વાતચીત કરતા હતા.

ગાળો ભાંડી પોલીસ જવાનને માથામાં મુક્કો માર્યો
આ સમયે આરોપી દિનેશ શાંતિલાલ વસાવા કે જે ઇગ્લીંશ દારૂનો બુટલેગર છે, તેની ઉપર ભુતકાળમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હાઓ પોલીસ મથકમાં નોંધાયા છે. તેણે તેમજ તેની સાથેના બીજા બે અજાણ્યા ઈસમોએ પોલીસ જવાનને “તું ગઇકાલે નાઇટમાં દારૂ પકડવાની વોચમાં હતો તે તું બંધ કરી દેજો નહીંતર આનું પરિણામ સારૂં નહી આવે તું મને હજુ બરાબર ઓળખતો નથી" તેમ કહી ધાક ધમકી આપતો હતો. તેની સાથેના અન્ય બે અજાણ્યા ઈસમોએ ગમે તેમ ગાળો ભાંડી પોલીસ જવાનને માથામાં મુક્કો માર્યો હતો. આ સહિત તેની સાથેના ખાનગી માણસ સાથે ઝઘડો કરી દાદાગીરી કરી પોલીસની ફરજમાં પણ રૂકાવટ કરી હતી.

પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી નાખ્યા
ફરીયાદી પોલીસે કાયદેસરની ફરજ બજાવતાં આરોપીઓને અટકાવવા સારૂ તેમને તથા તેમની સાથે આવેલ સાગરિતો દ્વારા ગમે-તેમ બોલી મુક્કો માથાના ભાગે મારી સામાન્ય ઇજા કરી તેમજ ફરીયાદી સાથેના ખાનગી વ્યક્તિને ઇસમોએ ગમે-તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત શારિરીક સલામતી જોખમમાં મુકાય તે આશયથી આરોપીએ છૂટો પથ્થરનો ઘા કરી બચી જઇ ફરીયાદી તેમજ ખાનગી વ્યક્તિની ફોરવ્હીલ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી નાખી નુકશાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...