ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળી પર્વના સાત દિવસ પછી કહાર જ્ઞાતિ સમાજનો સૌથી મોટો વાર્ષિક તહેવાર એટલે ફાગણી સાતમનો ઉત્સવ ખુબ મહત્વનો હોય છે. લગભગ હજારો વર્ષોથી આ ફાગણી સાતમનો તહેવાર કાહારજ્ઞાતિ સમાજ ખુબ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે નર્મદા જિલ્લા કહાર જ્ઞાતિ સમાજના નવ યુવાનો આયોજન કરી રહ્યા છે. ખૂબ ધામધૂમથી ઉજવાય અને આખો સમાજ આ દિવસે એટલે કે 15 માર્ચે 23ને બુધવારે કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે ભૈયા થઇ રાજપીપલા કહાર જ્ઞાતિનાં વડીલો, ભાઇઓ બહેનો તેમજ યુવાન મિત્રોએ સાતમના તહેવારની ઉજવણીમાં ભાગ લેશે.
સાતમનો તહેવારની તૈયારીઓમાં સાંજના સમયે આગેવાનો સાથે નવયુવાન મિત્રો સોનુભાઇ કહાર, ગુડુ (કનૈયા) કહાર, બટુકભાઇ કહાર, હરીશભાઇ કહાર, પીન્ટુ કહાર, હરબનભાઇ કહાર, અજય કહાર સાથે કહાર જ્ઞાતિનાં બાબુભાઇ કહાર, કનૈયાલાલ કહાર, નગીનભાઇ કહાર, મંગલભાઇ કહાર, દયારામ કહાર વગેરે તરફથી સાતમનો તહેવાર ઉત્સાહભર ભાઇચારા સંગઠિત થઇ ઉજવાય એવી આગેવાનોની શુભેચ્છા સાથે સુંદર આયોજન કરવામાં આવે છે.
આ બાબતે કહાર સમાજના આગેવાન નગીનભાઈ કહારે જણાવ્યું હતું કે, રાજપીપળા કહાર જ્ઞાતિ સમાજ પૂર્વજોથી સાતમનો તહેવાર મહાકાલી માતાજીના મંદિરે હવન પૂજન કરી ઉજવવામાં આવે છે. સાંજે 7 કલાકે માતાજીનાં મંદિરે દર્શન કરવા ભેગા મળે છે. શ્રી મહાકાલી માતાજીનાં સાંનિધ્યમાં ગુલાલની છોળો વચ્ચે ભાઇચારાથી એકબીજાને ગળે મળી ગુલાલ લગાડી ઉત્સવની ઉજવણીની શરૂઆત કરશે.
આ દિવસે સમાજ ભેગો થાય, એક સ્નેહ મીલન થી જે યુવક યુવતીઓના સગપણ થયા હોય તેઓ એક બીજાને મળીને હાર પહેરાવે છે. પતાસાનો હાર પહેરાવે અને વડીલો તેમના સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ આપે છે. આમ, ખુબ સુંદર રીતે આ તહેવાર અમે ઉજવીયે છે જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.