છ માસ બાદ પણ ભારે વાહનો માટે રસ્તો બંધ:ડેડીયાપાડામાં વેપારી આલમમાં ભારે નારાજગી જોવા મળી; ભારે વરસાદના કારણે નાળુ તૂટી ગયું હતું

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડીયાપાડા મોવી વચ્ચે ભારે વરસાદના કારણે નાળુ તૂટી ગયું હતું. જે છ માસ બાદ પણ ના બનાવતાં ભારે વાહનો માટે રસ્તો બંધ રહેતાં વેપારી આલમમાં ભારે નારાજગી જોવી મળી હતી. છ માસ થવા છતાં બાંધકામ વિભાગે હજુ આળસ ખંખેરી નથી. આ રોડ પર ભારદાર વાહનો ના જઈ શકે માટે માટે બેરીકેટેડ ઉભી કરેલ છે. પરંતુ ખાટલે મોટી ખોડ એવી છે કે પોલીસ કેટલાક વાહનોને જવા દે છે અને બીજી તરફ આ પોઇન્ટ પર પણ રહેતા સુરક્ષા કર્મચારીઓ પોતાનું ખિસ્સું ભરવા માટે અકસ્માત થાય તેવી રીતે વાહનોની આડા સુધી રાખી લોકોને અકસ્માત સાથે ભેટવા માટે મજબૂર કરી રહ્યાં છે.

વેપારી આલમમાં રોષની લાગણી
પ્રાપ્ત વિગત મુજબ ચોમાસામાં ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના મોવી - દેડીયાપાડા વચ્ચેનું એક નાનકડા નાળાનું ધોવાણ થયું હતું. જેના કારણે તાત્કાલિક અસરથી ભારે વાહનો બંધ કરી દેવામાં આવ્યા હતા. છતાં પણ સ્ટેટ હાઇવેનાં સત્તાવાળાઓનું પેટનું પાણી નથી હાલતું. હજુ પણ આ રસ્તો મોટાં વાહનો માટે બંધ હાલતમાં છે. જેના કારણે ડેડીયાપાડા, સાગબારા, સેલંબા અને મહારાષ્ટ્રનાં મોટાં વાહનોને 40 કિમી નેત્રંગથી ફરીને જવું પડે છે. જેથી માત્ર જિલ્લામાંથી જ આવતો કોઈ પણ જથ્થો ડેડીયાપાડા સાગબારા ખૂબ જ મોંઘા ભાવે મળે છે. કારણ કે 40 kmમાં ફરીને જઈએ એટલે ખૂબ જ ડીઝલ અને સમયનો વ્યય થાય છે. જીલ્લાનું અંતર વધી જાય છે, છતાં પણ સ્તરે હાઇવેનાં પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ દ્વારા આ રોડ ચાલુ થાય તે વખતે કોઈ ધ્યાન ન આપવામાં આવતા વેપારી આલમમાં રોષની લાગણી ફેલાય છે.

રોડનું કામ ઝડપથી કરાવવું જોઈએ તેવી માંગ પ્રબળ બની
આ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ મુખ્ય રસ્તા હોવાથી તાત્કાલિક ધોરણે આ નાળાનું રીપેર કરીને આ રોડ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. આ બાબતે પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ દ્વારા જીલ્લા સમાહર્તાને પણ ગેરમાર્ગે દોરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી આ જાહેરનામું પણ તાત્કાલિક બંધ કરાવી તાત્કાલિક ધોરણે આ રોડનું કામ કરાવવામાં આવવું જોઈએ તેવી માંગ પ્રબળ બની છે.

જાણ ભેદો રોડનો લાભ લે છે અને મોટાભાગના લોકો વંચિત રહે છે
અત્રે પણ ઉલ્લેખનીય છે કે, આ રોડ પરથી માત્ર પેસેન્જર વાહનો અને ગુજરાત સરકારની પેસેન્જર બસ જ જાય છે. તે સિવાય રાત્રિના સમયે રાત્રિના અંધકારનો લાભ લઈને મોટા વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે. જેમાં કેટલાક જવાનો રોકડી કરીને પણ મોટા વાહનોને રાત્રે પ્રવેસ કરાવે છે. આમ કેટલાક જાણ ભેદો આ રોડનો લાભ લે છે અને મોટાભાગના લોકો વંચિત રહે છે જેથી આ ફરિયાદ ઊભી થવા પામી છે. વકીલ હિતેશ દરજી દ્વારા જણાવ્યું કે, કોઈપણ સ્ટેટ હાઇવે માત્ર એક માસ માટે જ બંધ કરી શકાય છે. પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે જોડતો રસ્તો 6 માસથી બંધ પડ્યો છે. મોટી ટ્રકો ટેમ્પાનાં ભાડા બમણા થઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...