ગુજરાત રાજ્યમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રો ને લઈને આંદોલન સાંસદ મનસુખભાઇ વસાવા સરું કર્યું હતું. આજે સરકારે આ ખોટા આદિવાસી પ્રેમપત્રો રદ કરવા માટે એક ખાસ સમિતિ બનાવવામાં આવી અને સરકાર હવે કાયદો બનાવવા જઈ રહી છે ત્યારે તાજેતરમાં એક મિટિંગ મળી આદિજાતિ મંત્રી નરેશ પટેલે આદિવાસી નેતાઓ સાથે મીટિંગ કરી હતી જેમાં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી જેમાં નિર્ણય લેવાયો કે કોઈ પણ બાબતે બાંધ છોડ નહિ કરવામાં આવે. પરંતુ ઘણા સાચા આદિવાસી પ્રમાણપત્ર નથી મળ્યા તેવાને મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોઈ પણ આદિવાસીનું ખોટું પ્રમાણપત્ર લઈ બાંધ છોડ કરવામાં નહિ ઘણા ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયતમાં સભ્યો ખોટાં પ્રમાણપત્ર ઉપયોગ કરે છે.સરકારી નોકરીમાં, રોજગાર ઠંડા તેમજ આદિવાસી સમાજની વિવિધ યોજનાઓનો લાભ લેવા ખોટા આદિવાસી પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે રાજ્યના વિવિધ આદિવાસી સંઘઠનો આ મુદ્દે જ વાંધો લીધો છે. સાચા આદિવાસી વિકાસથી વાંચીત રહી જાય અને ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે લાભ લઇ જતા હોય છે.આ અટકવા સરકાર કડક કાયદો બનાવ્યો છે. અંદાજીત 64 હજારથી વધારે સૌરાષ્ટ્રમાં ખોટા પ્રમાણપત્ર ના લાભ લઇ રહયા છે. આખા રાજ્યમાં એક લાખ થી વધારે ખોટા આદિવાસી પ્રમાણ પત્રો છે. લોકો લાભ લઇ રહ્યા છે.
ત્યારે આ બાબતે સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે આ ખોટા આદિવાસી પ્રમાણ પત્રો લઈને કોઈ ઉચ્ચ અધિકારી તરીકે તો કોઈ વર્ગ-2 અને 3 ના કર્મચારીઓ તરીકે ફરજ બજાવી તમામ આદિવાસીઓ ના હક્કો મેળવે છે ત્યારે આવા લોકોની નોકરી નથી લેવી પણ તેમને જનરલ,કે ઓબીસી જે કેટેગરીમાં આવતા હોય તેમાં ગણાવા જોઈએ ખોટા પ્રમાણપત્રો બાબતે કોઈને પણ બાંધ છોડ કરવામાં નહિ આવે, જે સાચા આદિવાસીઓ છે તેમને પ્રમાણપત્રો મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બહુ કડક કાયદો બનાવ્યો છે. જે લાગુ થઇ જતા કોઈ નહિ બચે.
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સાંસદ મનસુખ વસાવાએ યુવા નેતાના વખાણ કર્યા
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી છેડો ફાડયો ત્યારે આ બાબતે રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે કે હવે હાર્દિક પટેલ ક્યાં જશે. જે બાબતે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાર્દિક મજબૂત યુવા નેતા છે, પણ કોંગ્રેસે હાર્દીકની તાકત ઉપયોગ ન કર્યો. હાર્દિક પટેલ એક શક્તિ શાળી યુવા નેતા છે. એનો ઉપયોગ કોંગ્રેસ કરી ન શકી કોંગ્રેસ ખોખલી બની છે. તેમ કહી હાર્દિકની જાણે પ્રસંશા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.