રિસોર્ટનાં તાળાં તૂટ્યાં:તિલકવાડા પાસે આવેલા યુનિટી હોલીડે રિસોર્ટમાં ચોરી; ફોન, વીડિયો-ફોટો કેમેરા સહિત રૂ. 2.30 લાખની ચોરી

નર્મદા (રાજપીપળા)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરી શખ્સ રફુચક્કર થઇ જતાં રિસોર્ટ સંચાલકે તિલકવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

નર્મદા જિલ્લામાં હાલ ચોમાસાની સીઝનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તિલકવાડાના કોઠી ગામે આવેલા યુનિટી હોલીડે રિસોર્ટમાં કોઈ તસ્કરી ગેંગ 2 લાખ રૂપિયાનો સમાન ચોરી રફુચક્કર થઇ જતાં રિસોર્ટના સંચાલકે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શખ્સ અંદાજિત 2.30 લાખની ચોરી કરી ભાગી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના કોઠી ગામે રોડ પર આવેલા યુનિટી હોલીડે રિસોર્ટના સંચાલક જુજારનસિંહ જાનસિંહ રાજપુતે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ તસ્કર ગેંગ તેના રૂમમાં આવીને આઈફોન, બીજો એક એન્ડ્રોઇડ ફોન, રોકડા રૂપિયા અને વીડિયો ફોટોનો કેમેરો જેની બેગ મળી અંદાજિત 2.30 લાખની ચોરી કરી ભાગી ગયો છે. આ તમામ મહત્વની વસ્તુઓ હોવાથી ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ એન.પરમારે આ અજાણ્યા ચોરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...