• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Young Man Was Called To The Police Station On Suspicion Of Abducting The Daughter Of The Village, A Rally Was Held And A Complaint Was Handed Over To The Magistrate's Court.

પોલીસ પર આદિવાસી યુવકને માર્યાની ફરિયાદ:ગામની દીકરીને ભગાડી લઈ જવાની આશંકામાં યુવકને પોલીસ સ્ટેશને બોલાવી માર્યો, રેલી યોજી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ સોંપાઈ

નર્મદા (રાજપીપળા)12 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલા તિલકવાડા તાલુકાના ચોર મહુડી ગામની યુવતીને અગર ગામનો યુવક ભગાડીને લઈ ગયાની ફરિયાદ યુવતીના પિતાએ તિલકવાડા પોલીસ મથકે નોંધાવી હતી. તે ફરિયાદની તપાસ કરતા તિલકવાડા પોલીસ કર્મીઓ યુવકના પરિજનોને તિલકવાડા પોલીસ મથકે બોલાવીને યુવકને ઢોર માર મારી જાતિ વિષયક શબ્દ બોલી ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે યુવકના પરિજનોએ રાજપીપળા જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે હાલ પ્રજાને કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યાના સમાધાન માટે પોલીસનો સહારો લેતી હોય છે. પ્રજાને વિશ્વાસ છે કે પોલીસ તેમની સમસ્યાનો નિરાકરણ લાવશે પરંતુ જ્યારે પોલીસ કર્મીઓ પ્રજા પર અત્યાચાર ગુજારે તો પ્રજાનું કોણ ? આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અગર ગામના યુવકે ચોર મહુડી ગામની યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઈ હતી. આ ફરિયાદની તપાસ કરતા તિલકવાડા પોલીસ કર્મીઓએ યુવકના પરિજનોને પોલીસ મથકે બોલાવી કોઈ પણ પ્રકારની નોટિસ વિના આખો દિવસ બેસાડી રાખી યુવકને ઢોર માર મારતાં આદિવાસી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ઘટનાને પગલે યુવકના પરિજનોએ રાજપીપળા જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી આ આદિવાસી પરિવારને ન્યાય મળે અને પોલીસ કર્મીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે તિલકવાડા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા તિલકવાડા ચોકડી ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તિલકવાડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...