• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Yatra For The Rights Of Tribals Will Take Place In Three Zones In The State; A Grand Gathering Will Be Organized On Tribal Rights Day In Kevadia

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ:રાજ્યમાં ત્રણ ઝોનમાં આદિવાસીઓના આધિકારો માટે યાત્રા નીકળશે; કેવડિયામાં આદિવાસી આધિકાર દિવસે ભવ્ય સભાનું આયોજન કરાશે

નર્મદા (રાજપીપળા)15 દિવસ પહેલા
  • વિશ્વ આદિવાસી દિવસની BTP દ્વારા ભવ્ય ઉજવણી તમામ તાલુકા મથકો પર કરવામાં આવશે

આગામી મહિનાઓમાં રાજ્યની વિધાન સભાની ચૂંટણી આવતી હોવાથી તમામ રાજકીય પક્ષોની નજર આદિવાસી બેઠકો પર છે. ત્યારે ભાજપ કોંગ્રેસ તમામ આ આદિવાસી પટ્ટી પર મહેનત કરી રહ્યા છે. ત્યારે વર્ષોથી આદિવાસી સમાજ માટે લડતા અને આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઈ વસાવા દ્વારા આદિવાસી સમાજને ખોટા વચનોમાં ના ફસાય અને આદિવાસી સમાજને કોઈ છેતરી ના જાય એ માટે જાગૃતિ માટે એક આદિવાસી અધિકાર માટેની રેલીનું આયોજન કરનાર છે.

વિવિધ યોજનાઓ બનાવવામાં આવી
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી BTS દ્વારા તમામ તાલુકા મથકો પર યોજાશે સાથે ભીલીસ્તાન વિકાસ મોર્ચા દ્વારા આગામી 13 સપ્ટેમ્બર 22ના વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરશે. રાજ્યમાં ત્રણ ઝોનમાંથી આદિવાસી અધિકાર યાત્રા નીકળશે જેનું સમાપન કેવડિયા ખાતે થશે. આ કાર્યક્રમોમાં આયોજનના ભાગ રૂપે BTPના કાર્યાલય વાઇટહાઉસ ખાતે મળી હતી અને જેમાં રાજ્યાના વિવિધ જિલ્લાઓમાંથી બીટીપીના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમની સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિલ વસાવા, પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ વસાવા,કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ચૈતર વાસવા હાજર રહ્યા હતા.

આ વખતે આદિવાસી સમાજને કોઈ છેતરી નહીં શકે- BTP અધ્યક્ષ
બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે વર્ષોથી અન્ય રાજકીય પાર્ટીઓ આવીને ભોળા આદિવાસીઓને ખોટા વચનો આપી છેતરી જાય છે. પણ અમે વર્ષોથી આદિવાસી સમાજ વચ્ચે રહીએ છે અને તેમના હક્કો માટે સતત લડતા આવ્યા છે ત્યારે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીને લઈને અમારા રાજ્યના સંઘઠનની બેઠક મળી હતી. અને જાહેર રેલી અને કેવડિયામાં જાહેર સભા કરવાના છે. વર્ષોથી સત્તાધારી પક્ષોના લોકો આવીને અને ખોટા વચનો આપી પછી કોઈ જોવા આવતા નથી. વિવિધ પક્ષો આદિવાસી સમાજને અન્યાય કરી રહ્યા છે, પણ હવે આદિવાસી સમાજ સમજી ગયો છે. ચૂંટણીમાં બતાવી દઈશું કે આદિવાસી સમાજ કોની સાથે છે.

અન્ય સમાચારો પણ છે...