• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Water Level Of Narmada Dam Reached 134 Meters; 15 To 20 Cm Rise Every Hour; 5 Gates Were Opened And 10 Thousand Cusecs Of Water Was Released In The River

ડેમ છલકાતાં દ્વાર ખોલાયા:નર્મદા ડેમની જલસપાટી 134 મીટરે પહોંચી; દર કલાકે 15થી 20 સેમીનો વધારો; 5 ગેટ ખોલી 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • નર્મદા નદી સાથે સંકળાયેલી નદીના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં
  • બે વર્ષ બાદ સારા વરસાદને પગલે નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવ્યા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ફરી એકવાર પાણીની આવક વધવા પામી છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ પડતાં મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગરના 18 ગેટ ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ઓમકારેશ્વર સાથે બંને ડેમોના પાવર સ્ટેશનચાલુ કરાતાં આ પાવર હાઉસમાંથી ડિસ્ચાર્જ પાણી મળી કુલ 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા ડેમમાં 2.29 લાખ ક્યુસેક પાણીની આવક થાય છે. જેને કારણે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 15થી 20 સેમીનો વધારો થઈ રહ્યો છે.

હજુ જો પાણીની આવક યથાવત રહેશે તો વધુ પાણી છોડવામાં આવશે
હાલ ડેમની સપાટી 134 મીટરે પહોંચી છે. જે મહત્તમ સપાટી 138.68 મીટરથી 4 મીટર દૂર રહી ગઈ છે. આજના રુલ લેવલને નર્મદા બંધની જળ સપાટી પાર કરી ગઇ હોવાથી આજે બપોરે 12 વાગે નર્મદા નિગમ દ્વારા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર ઉંચા કરીને પ્રથમ તબક્કામાં 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, હજુ ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની આવક ચાલુ રહેશે. નર્મદા ડેમ જલ્દી તેની મહત્તમ સપાટી પર પહોંચી શકે તેમ છે. એટલે હાલ નર્મદા બંધ હાઈ એલર્ટ પર મુકાયો છે અને હજુ જો પાણીની આવક યથાવત રહેશે તો વધુ પાણી છોડવામાં આવશે.

નદીના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં
જો કે હાલ નર્મદા નિગમ દ્વારા 10 હજારથી નર્મદા નદીમાં ટર્બાઇન દ્વારા 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બપોરે 12 કલાકે જો 5 ગેટ ખોલવામાં આવે તો વધુ 1.45 લાખ ક્યુસેક પાણીની આવક વધશે. એટલે નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવનારું હોવાથી નર્મદા નિગમ દ્વારા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા કલેક્ટરને નર્મદા નદી સાથે સંકળાયેલી નદીના કાંઠાના ગામોને એલર્ટ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...